આજે સૂર્ય ષષ્ઠી, કરો આ સરળ કામ સૂર્ય કૃપાથી જીવન થશે સમસ્યા મુક્ત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • આજે સૂર્ય ષષ્ઠી, કરો આ સરળ કામ સૂર્ય કૃપાથી જીવન થશે સમસ્યા મુક્ત

આજે સૂર્ય ષષ્ઠી, કરો આ સરળ કામ સૂર્ય કૃપાથી જીવન થશે સમસ્યા મુક્ત

 | 11:07 am IST
  • Share

આજે સૂર્ય ષષ્ઠી અને રવિયોગનો શુભ સંયોગ સર્જાયો છે. આજના દિવસે સૂર્ય ઉપાસના કરવાથી વિશેષ લાભ થાય છે. આજના દિવસે સૂર્યને અર્ધ્ય આપવા સિવાય સૂર્ય સ્ત્રોત અને વિશેષ મંત્રનો જાપ કરવાથી મનના મનોરથ સિદ્ધ થાય છે. સૂર્ય નમસ્કાર હોય કે સૂર્ય પૂજા તેને કરવાથી યશ, પદની પ્રાપ્તિ થાય છે. સૂર્ય પૂજા શરીરને પણ કાંતિ આપે છે.

સૂર્ય ભગવાનની પૂજા વહેલી સવારે જ કરવી જોઈએ. પરંતુ સૂર્ય કૃપા પ્રાપ્ત કરવા દિવસ દરમિયાન આ ખાસ ઉપાયો પણ કરી શકાય છે તેનાથી વ્યક્તિને અઢળક લાભ થાય છે. સૂર્ય કૃપા પ્રાપ્ત કરવા નિયમિત રીતે આદિત્ય હૃદયનો પાઠ કરવો જોઈએ. આ ઉપરાંત નીચે દર્શાવેલા કામ પણ રવિવારે કરી અને સૂર્ય કૃપા પ્રાપ્ત કરી શકો છો.

1. રવિવારે નીચે દર્શાવેલા મંત્રોમાંથી કોઈ એકનો જાપ 108 વખત કરવો. આ મંત્ર જાપથી જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને જીવનમાંથી શત્રુઓ દૂર થાય છે.
– ऊँ सूर्याय नमः
– ऊँ ह्यं ह्रीं ह्रौ सः सूर्याय नमः । ऊँ जुं सः सूर्याय नमः

2. રવિવારે ગોળ અને ચોખા નદીમાં પધરાવવા.

3. ત્રાંબાનો કોઈપણ સિક્કો નદીમાં પધરાવવાથી પણ સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન