સુનંદા મર્ડર મિસ્ટ્રી, દિલ્હી પોલીસે કર્યો ચોંકવાનારો ખુલાસો - Sandesh
  • Home
  • India
  • સુનંદા મર્ડર મિસ્ટ્રી, દિલ્હી પોલીસે કર્યો ચોંકવાનારો ખુલાસો

સુનંદા મર્ડર મિસ્ટ્રી, દિલ્હી પોલીસે કર્યો ચોંકવાનારો ખુલાસો

 | 1:35 pm IST

મોટેભાગે હત્યાના કેસોનો નીકાલ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે કરવામાં આવે છે. પરંતુ 17 જાન્યુઆરી 2014 માં થયેલ સુનંદા પુષ્કરની હત્યાનું રહસ્ય હજી સુધી ઉકેલી શકાયું નથી. હજી પણ આ મામલે પોલીસ સામે ઘણાં સવાલો ઊભા છે. હવે આ કેસમાં નવો ખુલાસો સામે આવી રહ્યો છે. દિલ્હીની પોલીસની સીક્રેટ તપાસ એજન્સીના રિપોર્ટ અનુસાર, સુનંદા પુષ્કરની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. જેના કારણે વધુ સવાલો ઊભા થયા છે.

આ અગાઉ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, દવાના ઓવર ડોઝના કારણે તેમની મોત થઈ હતી. તેમજ તેમના શરીર પર થયેલા ઈજાના નિશાન જૂના ગણાવવામાં આવ્યા હતા. આ વચ્ચે નારયણ નામના નોકરે સુનંદા અને શશિ થરૂર વચ્ચે મારામારીનો થતી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. ઓટોપ્સી રિપોર્ટના અનુસાર, સુનંદાની મોત અલ્પ્રાઝોલમ નામની દવાના કારણે થઈ હતી, જે દવા માનસિક શાંતિ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે રિપોર્ટમાં ઝેરના કારણે તેમની મોત થઈ હતી એવું જણાવ્યું હતું. ખાસ વાત એ છેકે હાલમાં જે રિપોર્ટમાં હત્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તેમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ, કેમિકલ, બાયોલોજિકલ અને ફિંગરપ્રિન્ટસના રિપોર્ટના આધારે તૈયાર થયેલ છે.

સુનંદાના મોતની પહેલી તપાસ રિપોર્ટ તત્કાલિન ડીસીપી બી એસ જ્યસવાલે બનાવી હતી. જેમાં કહેવામાં આવ્યુ હતું કે, એવું કોઈ પણ હિસાબે કહી ન શકાય કે હોટલ લીલામાં સુનંદાએ આત્મહત્યા કરી નથી. જોકે હવે તમામ તપસ SIT દ્વારા કરવામાં આવી રહી છે. જેના દ્વારા નવા પુરાવા અને માહિતીના આધાર પર કોર્ટમાં રિપોર્ટ દાખલ કરવામાં આવશે.