Suni Gavaskar Replied To Anushka Sharma's Reaction On His Comment
  • Home
  • Sports
  • Cricket
  • ‘અભદ્ર’ ટિપ્પણી પર ગાવસ્કરે તોડ્યું મૌન, અનુષ્કા અને વિરાટને આપ્યો ચોખ્ખોચટ જવાબ

‘અભદ્ર’ ટિપ્પણી પર ગાવસ્કરે તોડ્યું મૌન, અનુષ્કા અને વિરાટને આપ્યો ચોખ્ખોચટ જવાબ

 | 5:55 pm IST

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર આઈપીએલની રૉયલ ચેલેન્જર્સ બેંગલોર અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની મેચમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પર કૉમેન્ટ કરીને ફસાઈ ગયા છે અને તેમણે વિવાદનો સામનો કરવો પડી રહ્યો છે. સુનીલ ગાવસ્કરે કિંગ્સ ઇલેવન પંજાબની વિરુદ્ધ વિરાટ કોહલીના ફ્લોપ થયા બાદ કૉમેન્ટ કરી કે, “લૉકડાઉનમાં તેમણે ફક્ત અનુષ્કા શર્મા સાથે બૉલિંગની પ્રેક્ટિસ કરી છે, તેનાથી તો કંઇ નથી થવાનું.”

અનુષ્કાએ ગાવસ્કરને લીધા હતા આડેહાથ

ત્યારબાદ આ કૉમેન્ટને ‘અભદ્ર’ ગણાવવામાં આવી અને અનુષ્કા પૂર્વ ભારતીય ટીમના કેપ્ટન પાસે આનો જવાબ માંગ્યો. અનુષ્કાએ લખ્યું કે, ‘મિસ્ટર ગાવસ્કર તમારો સંદેશ ગંદો હતો, આ તો સત્ય છે, પરંતુ હું ઇચ્છીશ કે તમે આનો જવાબ આપો કે તમે એક પત્ની પર આવી બેકાર ટિપ્પણી કરવાનું કઈ રીતે વિચાર્યું જેમાં તેના પર તેના પતિની રમતનો આરોપ લગાવ્યો.’ હવે અનુષ્કાની પ્રતિક્રિયા પર ગાવસ્કરે કહ્યું કે, “મે મારી કૉમેન્ટમાં ફક્ત વિરાટની પ્રેક્ટિસની ઉણપ વિશે કહ્યું હતુ. આમાં કંઇ પણ ગંદુ નથી.”

મારા શબ્દોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા – ગાવસ્કર

ગાવસ્કરે કહ્યું કે, “મે વિરાટની અસફળતા માટે અનુષ્કાને બ્લેમ નથી કરી. મારા શબ્દોને ખોટી રીતે તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા. હું અનુષ્કા અને વિરાટને કહું છું કે એકવાર મારી ક્લિપને ધ્યાનથી સાંભળે. મારા તરફથી કોઈ ખોટો વિચાર નથી.” ઉલ્લેખનીય છે કે કિંગ્સ ઇલેવન પંજાબની સામે કોહલીએ નિરાશાજનક પ્રદર્શન કર્યું. મેચ દરમિયાન તેણે 2 કેચ છોડ્યા અને બેટિંગમાં પણ તે અસફળ રહ્યો.

આ વિડીયો પણ જુઓ: પાટણના સરસ્વતીમાં ખેડૂતોનો વિરોધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન