Sunil Gavaskar reminds Ravi Shastri about the history of Indian cricket team
  • Home
  • Sports
  • Cricket
  • ગાવસ્કરે રવિ શાસ્ત્રીને લઇ લીધા આડે હાથ, યાદ અપાવ્યો ઇન્ડિયન ટીમનો ઇતિહાસ

ગાવસ્કરે રવિ શાસ્ત્રીને લઇ લીધા આડે હાથ, યાદ અપાવ્યો ઇન્ડિયન ટીમનો ઇતિહાસ

 | 12:01 pm IST

આલોચનાથી ઘેરાયેલા ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ દાવો કર્યો હતો કે, તેમની ટીમનો વિદેશી રેકોર્ડ 15-20 વર્ષોની ટીમોની તુલનામાં સારો છે. પરંતુ હવે તેના એક દિવસ બાદ પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે તેમને યાદ અપાવ્યું કે ભારતે વેસ્ટઇન્ડિઝ અને ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતી છે. ભારતને સાઉથમ્પટનમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ચોથી ટેસ્ટમાં 60 રનથી હાર મળી, જેમા ટીમે વિદેશી જમીન પર વધુ એક ટેસ્ટ સિરીઝ ગુમાવી દીધી છે. પરંતુ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ જોર આપતા કહ્યું હતું કે, હાલની ટીમનો રેકોર્ડ ગત 15-20 વર્ષોવાળી ટીમોની તૂલનામા સારો છે.

ગાવસ્કર ભારતીય ટીમમાં કેપ્ટન અને ખેલાડી રહી ચૂક્યા છે. તેમણે તેને ગત સમયમાં ભારતીય ટીમો દ્વારા સિરીઝમાં મળેલ કેટલીક જીતને યાદ અપાવી. ગાવસ્કરે ગુરૂવારે જાણકારી આપી કે, “હું માત્ર એટલું જ કહી સકુ છું કે, લાંબા સમયથી કોઇ પણ ભારતીય ટીમ શ્રીલંકામાં જીતી શકી નથી. પરંતુ અમે વેસ્ટઇન્ડિઝ, ઇંગ્લેન્ડમાં જીત્યા હતાં. અમે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકામાં પણ ટેસ્ટ મેચો જીત્યા છીએ.”

ગત વખતે ભારતે 2007મા રાહુલ દ્રવિડની કેપ્ટનશીપ હેઠળ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતી હતી. ગાવસ્કરે કહ્યું,’હું એટલું જ કહી શકુ છું કે 1980ના દાયકામાં ટીમોએ ઇંગ્લેન્ડ અને વેસ્ટઇન્ડિઝમાં જીત મેળવી હતી. રાહુલ દ્રવિડે પણ વેસ્ટઇન્ડિઝમાં 2005 અને 2007માં ઇગ્લેન્ડ સિરીઝ જીતી હતી. જ્યારે પ્રથમવાર ભારતે દક્ષિણ આફ્રિ્કાને તેની જ જમીન પર હરાવ્યુ હતું ત્યારે તેઓ ટીમના કેપ્ટન હતાં.’

તેમણે કહ્યું કે, દ્રવિડને તેમની કેપ્ટનશીપ અને ટીમની જીતમાં ખુબ જ ઓછો શ્રેય આપવામા આવે છે. વિદેશોમાં જીત મેળવનારી ખુબ ટીમો રહી છે. ગાવસ્કરે બેટિંગની આલોચના કરી જે ઇંગ્લેન્ડના સ્પિનર મોઇન ઇલીની બોલનો સામનો કરી શક્યા નહી, જેણે નવ વિકેટો ઝડપી હતી.