Sunil Gavaskar statement on MS Dhoni being made mentor of Team India
  • Home
  • Sports
  • Cricket
  • મેંટર ધોનીને લઇ દિગ્ગજ ક્રિકેટરે કહ્યું, ‘એ ખાલી ડ્રેસિંગ રૂમમાં…’

મેંટર ધોનીને લઇ દિગ્ગજ ક્રિકેટરે કહ્યું, ‘એ ખાલી ડ્રેસિંગ રૂમમાં…’

 | 8:23 pm IST
  • Share

  • શું એમએસ ધોની ટીમ ઇન્ડિયાને વર્લ્ડકપ ટ્રોફી અપાવશે
  • ટીમ ઇન્ડિયાના મેંટર ધોનીને લઇ ગાવસ્કરનું નિવેદન
  • ધોનીનું કામ ડ્રેસિંગ રૂમ સુધી સીમિત-સુનીલ ગાવસ્કર

મહેન્દ્ર સિંહ ધોનીને આઇસીસી ટી-20સ વર્લ્ડકપ 2021 માટે ટીમ ઇન્ડિયાનો માર્ગદર્શક બનાવાયો છે, પરંતુ શું માહી આ ભૂમિકામાં 14 વર્ષ બાદ ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં સફળ થશે. ટીમ ઇન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે આ મુદ્દે ખુલીને પોતાની વાત રાખી છે.

સુનીલ ગાવસ્કરે એમએસ ધોનીને ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમના મેંટર તરીકેને નિયુક્તિને લઇ કહ્યું કે, આ પૂર્વ કેપ્ટન એક હદ સુધી મદદ કરી શકે છે પરંતુ મેદાનમાં સારૂ પ્રદર્શન કરવાની જવાબદારી તો ખેલાડીઓના હાથમાં છે. સુનીલ ગાવસ્કરે કહ્યું કે‘મેંટર વધારે કંઇ કરી શકે નહીં. આ ફોર્મેટમાં ખુબ જ ઝડપી બદલાવ થાય છે અને હા તે તમને ડ્રેસિંગ રૂમમાં તૈયારી માટે મદદ કરી શકે છે. તે જરૂર હશે તો રણનીતિમાં બદલાવમાં ટીમની મદદ કરી શકે છે.

ખેલાડીઓએ કરવું પડશે અસલી કામ

સુનીલ ગાવસ્કરે કહ્યું,‘તે (ધોની) ટાઇમ-આઉટ દરમિયાન બેટ્સમેનો અને બોલરો સાથે વાતચીત કરી શકે છે. માટે ધોનીની નિયુક્તી એક સારૂ પગલું છે પરંતુ ધોની ડ્રેસિંગ રૂમમાં હશે અને મેદાનમાં અસલ કામ ખેલાડીઓએ કરવાનું રહેશે. મેચનું પરિણામ એ વાત પર નિર્ધારિત રહેશે કે ખેલાડીઓ દબાણને કેવી રીતે હેન્ડલ કરે છે.’

જણાવી દઇએ કે, ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન વિરૂદ્ધ 24 ઓક્ટોબરે દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સુપર-12ની મેચ રમવાની છે. સુનીલ ગાવસ્કરનું માનવું છે કે આ મેચમાં વિરાટ સેના જીત માટે પ્રબળ દાવેદાર છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો