રોહિતના સિલેકશન પર સુનીલ ગાવસ્કરનો સવાલ, દરવખતે ધવન પર કેમ ચાલે છે કુલ્હાડી? - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • રોહિતના સિલેકશન પર સુનીલ ગાવસ્કરનો સવાલ, દરવખતે ધવન પર કેમ ચાલે છે કુલ્હાડી?

રોહિતના સિલેકશન પર સુનીલ ગાવસ્કરનો સવાલ, દરવખતે ધવન પર કેમ ચાલે છે કુલ્હાડી?

 | 1:48 pm IST

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી સુનીલ ગાવસ્કરે શિખર ધવનનો બચાવ કરતા રોહિત શર્માના વારંવાર ટીમમાં સમાવેશ પર સવાલ ઉઠાવ્યા છે. ગાવસ્કરે પૂછ્યું કે દરવખતે ધવનને કેમ ‘આરામ’ આપવામાં આવે છે, જયારે રોહિત શર્માનો પણ વિકલ્પ હોય છે.

મયંક જે ઓપનર તરીકે રમે છે તેના સિલેક્ટ ન થવાને લઈને થોડા દિવસો પહેલા ખુબ ચર્ચાઓ પણ થઇ. ગાવસ્કરના અનુસાર, ધવનને બહાર રાખીને મયંકને રમાડવાની સલાહ આપવામાં આવે છે.

સુનીલ ગાવસ્કરે એક કોલમમાં ઘરેલું સિઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા મયંક અગ્રવાલ વિષે વાત કરી છે. મયંકે 30 મોચોમાં 2141 રન બનાવ્યા છે તો પણ તેમને ટીમ ઇન્ડિયામાં સ્થાન નથી મળી રહ્યું.

ગાવસ્કરે લખ્યું છે કે, ‘ધવન જ કેમ રોહિત શર્મા કેમ નહી? સાઉથ આફ્રિકામાં પણ રોહિતે ધવનથી વધારે મેચો રમી હતી. ગાવસ્કરે વધુમાં કહ્યું કે, હું આ વાતની વકાલત નથી કરતો કે રોહિતને બહાર રાખવામાં આવે પરંતુ આ વાતને ઉઠાવી રહ્યો છું કે દરવખતે ધવનને કેમ કુલ્હાડી નીચે રાખવામાં આવે છે.