Sunil Grover Will Join The Kapil Sharma Show Again, Here is What Sidhu Said
  • Home
  • Entertainment
  • ‘ધ કપિલ શર્મા શૉ’માં ફરી જોવા મળશે સુનીલ, નવજોત સિંહ સિદ્ધુએ આપી ખૂશખબરી

‘ધ કપિલ શર્મા શૉ’માં ફરી જોવા મળશે સુનીલ, નવજોત સિંહ સિદ્ધુએ આપી ખૂશખબરી

 | 1:26 pm IST

ક્યારેક કૉમેડી કિંગ કપિલ શર્માનો સૌથી ખાસ રહેલો સુનીલ ગ્રોવર ‘કાનપૂર વાલે ખુરાના્સ’થી ટીવી પર પુનરાગમન કરી ચુક્યો છે. ગયા વર્ષે માર્ચમાં ફ્લાઇટમાં થયેલી લડાઈ પછી કપિલ અને સુનિલનાં રસ્તા અલગ થઈ ગયા હતા. ત્યારથી ફેન્સ રાહ જોઇ રહ્યા છે કે કપિલ અને સુનિલ એકસાથે જોવા મળે.

કપિલ અને સુનીલ વચ્ચે ચાલી રહી છે હરિફાઈ

સમાચાર હતા કે સલમાન ખાનનાં કારણે કપિલ અને સુનિલ ‘ધ કપિલ શર્મા શૉ’ની નવી સીઝનમાં સાથે જોવા મળશે, પરંતુ આવુ થયું નહીં અને કપિલ પણ સુનીલ વગર શૉ શરૂ કરી ચુક્યો છે. સુનીલનાં નવા શૉની કમ્પેરીઝન અત્યારથી જ કપિલનાં શૉ સાથે થવા લાગી છે. તો કપિલ શર્માનો શૉ પણ દર્શકોને પસંદ આવી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.

કપિલને મારો દીકરો માનું છું: નવજોત સિંહ સિદ્ધુ

જે દર્શકો કપિલ અને સુનીલને સાથે જોવા ઇચ્છે છે તેમના માટે સારા સમાચાર છે. ‘ધ કપિલ શર્મા શૉ’નાં જજ અને કપિલનાં સૌથી નજીકનાં વ્યક્તિ નવજોત સિંહ સિદ્ધુએ ઇશારો કર્યો છે કે સુનીલ ‘ધ કપિલ શર્મા શૉ’માં જોવા મળી શકે છે. એક ઇન્ટરવ્યૂમાં સિદ્ધુએ કહ્યું કે, “હું કપિલને મારો દીકરો માનુ છું અને તેના માટે કંઇપણ કરી શકું છું.” તેણે કહ્યું કે, “કપિલ મુશ્કેલ સમયમાંથી પસાર થયો, પરંતુ હવે યોગ્ય સમય આવી ગયો છે.”

જ્યારે તેમને કપિલ અને સુનીલની લડાઈ વિશે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, “બંને તેમની ઘણા જ નજીક છે અને તેઓ બંનેને સાથે જોવા ઇચ્છે છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન