Sunil Shetty gets angry at daughter Athiya Shetty know why
  • Home
  • Entertainment
  • Bollywood
  • આથિયાએ કર્યા શબ્દોના અથાણા! પપ્પા વિશે આવું બોલી તો સુનીલ શેટ્ટીએ ખખડાવી નાખી!

આથિયાએ કર્યા શબ્દોના અથાણા! પપ્પા વિશે આવું બોલી તો સુનીલ શેટ્ટીએ ખખડાવી નાખી!

 | 6:27 pm IST

આથિયા સેટ્ટી હીરોઈન તરીકે તો લોકોને પસંદ ન પડી પણ રિયલ લાઈફમાં પપ્પા સુનીલ સેટ્ટી નાનપણમાં એના પર ગુસ્સે થઈ ગયા. મુદ્દાની વાત કરીએ તો 1990ના દાયકામાં સુનીલ શેટ્ટીની ‘ગોપી-કિશન’ ફિલ્મ રિલીઝ થઈ હતી. તે સમયના લોકોને આ ફિલ્મ ખુબ જ પસંદ પડી હતી. ‘ગોપી-કિશન’નો એક ફેમસ ડાયલોગ છે, ‘મેરે દો-દો બાપ’.

ઉલ્લેખનીય છે કે, ગોપી-કિશનમાં સુનીલ શેટ્ટી ડબલ રોલમાં જોવા મળ્યો હતો. એક સીધો સાદો હવાલદાર ગોપી અને બીજો હતો શાણો કિશન. લગભગ 25 વર્ષ પહેલા રિલીઝ થયેલી ‘ગોપી-કિશન’ તેની કોમેડી અને એક્શનના કારણે હિટ રહી હતી. સુનીલ શેટ્ટીએ ‘ગોપી-કિશન’ના ફેમસ ડાયલોગ ‘મેરે દો-દો બાપ’ સાથે જોડાયેલ એક કિસ્સો સંભળાવતા કહ્યું કે, ‘ગોપી-કિશન’ ફિલ્મ જોયા બાદ મારી દીકરી આથિયા પણ મને જોઈને ‘મેરે દો-દો બાપ’ ડાયલોગ બોલતી હતી.

ત્યાર બાદ શેટ્ટીએ આગળ કહ્યું કે, પછી મેં આથિયાને કહ્યું હતું કે તારે આવું ન બોલવું જોઈએ. આથિયા મારી વાત માનતી જ ન્હોતી. 1990ના દાયકામાં સુનીલ શેટ્ટી એક્શન હિરો તરીકે ફેમસ હતો, પણ જ્યારે ‘ગોપી-કિશન’માં કોમેડી રોલ મળ્યો ત્યારે તેણે આ રોલ કરવાની તરત હા પાડી હતી.

આ વીડિયો પણ જુઓ: પોરબંદરમાં 5 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન