Sunny Deol Arrives At Isha ambani and Anand Piramal Reception
  • Home
  • Featured
  • Photos: ઈશા અંબાણીનાં રિસેપ્શનમાં પહોંચ્યો દેઓલ પરિવાર, સની દેઓલ પણ જોવા મળ્યો

Photos: ઈશા અંબાણીનાં રિસેપ્શનમાં પહોંચ્યો દેઓલ પરિવાર, સની દેઓલ પણ જોવા મળ્યો

 | 10:32 am IST

ન્યૂલીવેડ કપલ ઈશા અંબાણી અને આનંદ પીરામલે શુક્રવારનાં મુંબઈનાં જિયો ગાર્ડનમાં રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતુ. જેમાં નજીકનાં સંબંધીઓ, ફિલ્મ, રાજનીતિ અને રમત જગતનાં સ્ટાર્સ પહોંચ્યા હતા. આ પાર્ટીમાં દેઓલ ફેમિલી પણ જોવા મળી હતી. હેમા માલિની પિંક કલરની સિલ્ક સાડીમાં જોવા મળી હતી. ટ્રેડિશનલ લૂકમાં તેઓ ઘણા જ સુંદર લાગી રહ્યા હતા. પાર્ટીમાં હેમા ઉપરાંત તેમની બંને દીકરીઓ ઈશા અને અહાના પણ જોવા મળી હતી.

ઈશા અને અહાના સાથે તેમના પતિ પણ રિસેપ્શન પાર્ટીમાં જોવા મળ્યા હતા. આ અવસર પર ઈશા અને તેનો પતિ ભરત તખતાની કલર કૉર્ડિનેટેડ આઉટફિટમાં જોવા મળ્યા હતા. ભરત પર્પલ કલરનાં સૂટમાં જોવા મળ્યો હતો અને ઈશાએ પર્પલ લહેંગો પહેર્યો હતો. તેની બહેન અહાનાએ લાઇટ બ્લૂ કલરની સાડી પહેરી હતી. તો પાર્ટીઓથી દૂર રહેતો સની દેઓલ પણ ઈશા-આનંદનાં રિસેપ્શનમાં પહોંચ્યો હતો. ક્રિકેટર ઝહીર ખાન પણ તેની પત્ની સાગરિકા ઘાટગે સાથે પહોંચ્યો હતો. અભિનેત્રી દિયા મિર્ઝા તેના પતિ સાહિલ સાંઘા સાથે જોવા મળી હતી.