sunny-deol-love-story-with-wife-pooja-deol-know-about-untold-story
  • Home
  • Photo Gallery
  • શું તમે સની દેઓલનો પત્ની “પૂજા” સાથેનો ફોટો ક્યારેય જોયો છે ?

શું તમે સની દેઓલનો પત્ની “પૂજા” સાથેનો ફોટો ક્યારેય જોયો છે ?

 | 7:19 pm IST

બોલીવુડના એક્શન સ્ટાર સની દેઓલે ભાજપનો ખેસ ધારણ કર્યો છે અને તેમને પંજાબમાંથી લોકસભા ટીકીટ આપવામાં આવે તેવી વાત ચર્ચાઇ રહી છે. આ દરમ્યાન તમે સની દેઓલના ડિમ્પલ કાપડીયા સાથેના ફોટા અને તેમને લગતા સમાચારો જોયા કે વાંચ્યા હશે. પરંતુ શું તમે ક્યારેય સની દેઓલનો તેમની પત્ની સાથેનો ફોટો જોયો છે ?

એ સમય હતો જ્યારે સની દેઓલ અને અમૃતા સિંહની ફિલ્મ બેતાબ રીલીઝ થઇ હતી. બંનેની જોડી દર્શકોને બહુ પસંદ આવી હતી અને તેઓના અફેરની ચર્ચાઓ શરૂ થઇ હતી. આ તરફ સની લંડનમાં રહેતી પૂજા નામની યુવતીને ડેટ કરતાં હતા અને તેઓએ લગ્ન કરી લીધાની પણ ચર્ચા હતી. અમૃતા સિંહને આ વાતની ખબર પડતા તે સનીથી દૂર થઇ ગઇ હતી.

સની દેઓલની પત્નીનું નામ પૂજા દેઓલ છે અને તેઓને કરણ અને રાજવીર નામના બે દિકરાઓ પણ છે. જેમાંથી કરણ દેઓલ ટુંક સમયમાં બોલીવુડમાં ડેબ્યુ કરનાર છે. આ તરફ સની દેઓલનું નામ ડિમ્પલ કાપડીયા સાથેના તેમના સબંધોને લઇને અવારનવાર ચર્ચામાં આવતું રહે છે. પરંતુ પૂજાએ ક્યારેય મીડિયા સમક્ષ કોઇ હરફ ઉચ્ચાર્યો નથી કે આ બાબતે કોઇ ઇન્ટરવ્યુ આપ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન