સની લિયોનીએ લોકપ્રિય શો 'મેન વર્સિસ વાઈલ્ડ' ની શૂટિંગની તસ્વીરો કરી શેર - Sandesh
  • Home
  • Photo Gallery
  • સની લિયોનીએ લોકપ્રિય શો ‘મેન વર્સિસ વાઈલ્ડ’ ની શૂટિંગની તસ્વીરો કરી શેર

સની લિયોનીએ લોકપ્રિય શો ‘મેન વર્સિસ વાઈલ્ડ’ ની શૂટિંગની તસ્વીરો કરી શેર

 | 1:11 pm IST

એમટીવી પર પ્રસારિત થતો શો ‘સ્પિલિટ્સવિલા’ ની કેટલીક સીઝનને હોસ્ટ કર્યા પછી સની લિયોની જલ્દી લોકપ્રિય ઈન્ટરનેશનલ શો ‘મેન વર્સિસ વાઈલ્ડ’ ને હોસ્ટ કરતી જોવા મળશે. આ શોનું શૂટિંગ શરૂ થઈ ગયુ છે. આ વિશેની જાણકારી ખુદ સની લિયોનીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી છે. સનીએ ઓ ફોટો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું, ‘મેન વર્સિસ વાઈલ્ડ’ ના સેટ પર તે ઉભી છે. સની ફેસ લાઈક કરવાની સાથે કમેન્ટ પર રિએક્શન પણ આપી રહી છે. સની સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહે છે અને પોતાનાં ફેન્સ માટે હંમેશા તે તસ્વીરો શેર કરતી હોય છે. તે સિવાય સની અત્યારે ફિલ્મ ‘વીરમાદેવી’ નાં શૂટિંગમાં વ્યસ્ત છે. તેમજ સનીનો આ શો ડિસ્કવરી ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે.