sunny leone cancels musical performance over payment In ahmedabad
  • Home
  • Entertainment
  • Bollywood
  • અમદાવાદીઓને ખુશ કરવા આવતી’તી સન્ની લિયોની, વચ્ચે આ કાંડ થવાથી હવે નહીં આવે..!!

અમદાવાદીઓને ખુશ કરવા આવતી’તી સન્ની લિયોની, વચ્ચે આ કાંડ થવાથી હવે નહીં આવે..!!

 | 4:50 pm IST

અભિનેત્રી સન્ની લિયોની આમ તો પોતાની હોટનેસને લઈને ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તે કોઈ બીજા જ કારણોસર ચર્ચામાં આવી છે અને એ મામલો જોડાયેલો છે ગુજરાત સાથે. બોલિવૂડની આ હોટ અભિનેત્રીએ તેનો એક આવનારો મ્યુઝિકલ શો રદ કર્યો છે. જેનાં કારણે ગુજરાતના સન્ની લિયોનીના ચાહકોમાં નિરાશા વ્યાપી છે.

એવા અહેવાલો છે કે પેમેન્ટની કંઈક ગરબડીના કારણે શોને રદ કરવામાં આવ્યો છે. સનીએ ‘અભિમન્યુ’ નામના મ્યુઝિકલ શોમાં પરફોર્મ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. શોનો આઈડિયા કથક ઉસ્તાદ સંદીપ મહાવીરનો હતો અને તેણે જ કોરિયોગ્રાફી પણ કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, “સંદીપ મહાવીરથી કંઈક ચૂક થઈ ગઈ છે અને ચેકમાં કંઈક ગરબડી થઈ ગઈ છે.” સૂત્રએ વધુમાં કહ્યું કે “સન્નીના દરેક ચાહકો અને પ્રેક્ષકોને જાણ કરવામાં આવી રહી છે કે તે ‘અભિમન્યુ’માં પરફોર્મ કરવા નથી આવવાની”

આ કાર્યક્રમનું આયોજન 8-10 નવેમ્બરના રોજ અમદાવાદમાં કરવામાં આવ્યું હતું અને સન્ની તેમાં ડાન્સ કરીને બધાને મોહવા આવવાની હતી. સંપૂર્ણ રીતે સન્ની તૈયાર જ હતી તેને કોઈ જ વાંધો નહોતો. હાલમાં સન્ની પરિવાર સાથે દુબઇમાં સમય પસાર કરી રહી છે અને રજાઓ માણી રહી છે. તેણે પોતાની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ વચ્ચે શેર કરી છે.

આ વીડિયો પણ જુઓ: બગડ્યુ પૃથ્વીનું બેલેન્સ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન