દીકરીઓની સુરક્ષાને લઇને સની લિયોનીએ પોતાની દીકરીને લખી જોરદાર પોસ્ટ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • દીકરીઓની સુરક્ષાને લઇને સની લિયોનીએ પોતાની દીકરીને લખી જોરદાર પોસ્ટ

દીકરીઓની સુરક્ષાને લઇને સની લિયોનીએ પોતાની દીકરીને લખી જોરદાર પોસ્ટ

 | 6:18 pm IST

બોલિવુડ અભિનેત્રી સની લિયોનીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની દીકરી નિશા કૌર વેબર સાથે એક તસવીર પોસ્ટ કરી છે. સનીએ પોતાની દીકરી માટે એક ભાવુક પોસ્ટ પણ લખી છે. સની લિયોનીએ પોતાની દીકરી નિશાને પોતાના હુડ જૈકેટમાં છુપાવીને એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ તસવીર સનીએ શેર કરતા લખ્યું કે, “હું વચન આપું છું કે મારું દિલ, મારી આત્મા અને મારું શરીર તારી સુરક્ષા માટે છે. હું આ દુનિયાની દરેક દુષ્ટ તાકાતથી તને બચાવવા માટે મારો જીવ આપી દઇશ. દુષ્ટ માણસોની વિરુદ્ધ દુનિયાનાં દરેક બાળકને સુરક્ષિત હોવાની ખાતરી આપવી જોઇએ. ચલો આપણે આપણા બાળકને આપણાથી વધારે નજીક લઇને આવીએ. જેથી દરેક કિંમત પર તે સુરક્ષિત રહે.”

 


સનીએ આ પોસ્ટ કઠુઆમાં 8 વર્ષની બાળકીનાં ગેંગરેપની ઘટનાથી દુ:ખી થઇને લખી હોવાનું જણાવાઇ રહ્યું છે. તેની આ પોસ્ટ બાળકોને સુરક્ષિત રહેવાની ખાતરી આપવા પર અને બાળકોની સુરક્ષા માટે સજાગ રહેવા તરફ ઇશારો કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સની લિયોનીએ એક દીકરી દત્તક લીધી હતી. સનીએ તેનું નામ નિશા કૌર વેબર રાખ્યું છે.

આ પહેલા સનીએ પોતાની દીકરી નિશા સિંહ વેબર વિશે કહ્યું હતું કે તે પોતાની દીકરી સાથેની દરેક ક્ષણ માણી રહી છે અને તે તેને દુનિયા દેખાડવા તેમજ દરેક ચીજ શીખવાડવા માટે ઉત્સુક છે. સનીએ કહ્યું કે નિશાનાં આવવાથી તેની સમગ્ર જિંદગી બદલાઇ ગઇ છે.