સની લિયોનીએ બોલિવૂડ એક્ટ્રેસનો નંબર 'પોર્ન ઇન્ડસ્ટ્રી'માં આપ્યો? જાણો શું છે મામલો - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • સની લિયોનીએ બોલિવૂડ એક્ટ્રેસનો નંબર ‘પોર્ન ઇન્ડસ્ટ્રી’માં આપ્યો? જાણો શું છે મામલો

સની લિયોનીએ બોલિવૂડ એક્ટ્રેસનો નંબર ‘પોર્ન ઇન્ડસ્ટ્રી’માં આપ્યો? જાણો શું છે મામલો

 | 11:05 am IST

હંમેશા ચર્ચામાં રહેતી આઇટમ ગર્લ અને અભિનેત્રી રાખી સાવંત વધુ એક વખત ચર્ચામાં આવી ગઇ છે. આ વખતે રાખીએ સની લિયોની પર એવો આરોપ લગાવી દીધો છે જેના વિશે જાણી તમને પણ આશ્ચર્ય થશે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને પ્રશંસકો પણ દંગ રહી ગયા છે આખરે રાખીએ આ શું કહી દીધુ છે.

હંમેશા વિવાદોમાં રહેનાર રાખી સાવંતે વધુ એક વખત વિવાદને જન્મ આપી દીધો છે, એ પણ એવો વિવાદ જે બે અભિનેત્રીઓમાં હંમેશા માટે દૂરીઓ ઉભી કરી દેશે. હાલમાં જ રાખીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે,”સની લિયોનીએ તેનો મોબાઇલ નંબર પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આપી દીધો છે અને સની દ્વારા આવું કરવાને લઇ સતત તેની પાસે ફોન આવી રહ્યા છે. જેના કારણે તે ખુબ જ પરેશાન છે.” રાખીએ વધુમાં કહ્યું કે,”સનીએ મારો નંબર એડલ્ટ એન્ટરટેઇનમેન્ટને આપી દીધો છે જેના પછી કેટલાક લોકો મને ફોન કરી રહ્યા છે તેઓ મારા વીડિયો અને મેડિકલ સર્ટી વિશે પૂંછી રહ્યા છે અને મને ખુબ જ મોટી રકમની ઓફર પણ આપી રહ્યા છે, પરંતુ આ કામમાં મારી જરા પણ રૂચિ નથી. હું મરવાનું પસંદ કરીશ પરંતુ તે દુનિયામાં જવાનું પસંદ નહી કરૂ.”

રાખી જણાવ્યું કારણ
રાખીએ આ વિશા કારણ જણાવતા કહ્યું કે,”આવું એટલા માટે થયુ છે કારણ કે, મેં સનીને જુડવા બાળકો થવા પર શુભેચ્છા આપતા એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેના પછી સનીએ મને એક અપરિચિત નંબરથી ફોન કર્યો હતો અને પૂંછ્યુ હતું કે શું હું તેનાથી ઇર્ષ્યા અનુભવુ છું. હું શામાટે ઇર્ષ્યા કરૂ? મેં બોલિવૂડમાં ખુબ જ સારૂ કામ કર્યુ છે. લોકો મારી ફિલ્મો પરિવાર સાથે બેસીને જૂએ છે. પરંતુ હું માત્ર એચલું જ ઇચ્છુ છું કે પોર્ન ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો મારા નંબરનો દુરપયોગ ન કરે.”