Sunny Leone good gesture a airport video viral
  • Home
  • Entertainment
  • Bollywood
  • VIDEO: સની લિયોનીની આ અદાએ લાખો લોકોને બનાવ્યા દિવાના, ફ્રેન્સે કહ્યું- ‘યૂ આર નંબર વન’

VIDEO: સની લિયોનીની આ અદાએ લાખો લોકોને બનાવ્યા દિવાના, ફ્રેન્સે કહ્યું- ‘યૂ આર નંબર વન’

 | 3:06 pm IST

સની લિયોની ઘણી વખત પોતાની અદાઓથી પોતાના પ્રશંસકોને દિવાના બનાવી ચૂકી છે. પરંતુ આ વખતે તો સનીએ કંઇ એવું કામ કરી નાખ્યું કે, તેમના ફ્રેન્સ તેને પોતાનું દિલ જ આપી બેઠા છે. જો તમે વિચારી રહ્યા હોય કે સનીએ કોઇ એક્ટિંગ કે કોઇ ડાન્સ કર્યો છે તો તમે ખોટા છો, કારણ કે અહીંથી ફ્રેન્સ સનીની સાદગીના દીવાના થઇ રહ્યા છે.

હાલમાં સની લિયોનીનો એક એરપોર્ટથી એક એવો વીડિયો સામે આવ્યો છે, જેમાં સની પોતાના વ્યવહારના કારણે બાકી તમામ સેલીબ્રિટીઝથી અલગ નજરે પડી રહી છે. આ વીડિયોમાં સનીએ કંઇક એવું કર્યું કે તે જોઇને ઘણા પ્રશંસકો આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા. સની લિયોનીના આ વ્યવહારના કારણે તે સિક્યોરિટી ઓફિસરથી લઇને ઘણા લોકોના દિલ જીતવામાં સફળતા મેળવી હતી.

View this post on Instagram

#sunnyleone #airportdiaries @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

શું છે વીડિયોમાં ખાસ
સની લિયોની આ વાયરલ થયેલા વીડિયોમાં એરપોર્ટની સિક્યોરિટી ચેકમાં છે. અહીં સની જેવી જાય છે પાછળથી મીડિયાના કેમેરાની ચમક નજરે પડી રહી છે, પરંતુ સની પુરી સાદગીની સાથે સિક્યોરિટીના ફૉર્માલિટીમાં વ્યસ્ત રહે છે. ત્યારબાદ પોતાના ફોનમાં બાકી જરૂરી દસ્તાવેજો પણ ચેક કરાવે છે, જ્યારે તેમનાથી અલગ ઓફિસર જોવામાં આવી રહ્યો છે કે સેલિબ્રીટીઝ માત્ર ટિકીટ દેખાડીને આગળ વધી જાય છે. બસ સનીની આજ સાદગી અને શિસ્તતા જોઇ લોકોના દિલ જીતી લીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.