sunny leone husband daniel weber birthday special and love story
  • Home
  • Entertainment
  • Bollywood
  • સનીને બીજા સાથે જોઈને ડેનિયલને લાગતા મરચાં, હંમેેશા સાથે રાખવા ઘડ્યો માસ્ટર પ્લાન

સનીને બીજા સાથે જોઈને ડેનિયલને લાગતા મરચાં, હંમેેશા સાથે રાખવા ઘડ્યો માસ્ટર પ્લાન

 | 12:34 pm IST

એડલ્ટ ફિલ્મોમા કામ કરવાથી માંડી ફિલ્મ જગતમાં ટોચનું નામ મેળવનાર સની લિયોનીની પ્રસિદ્ધી આજે ખુબ છે. તેની છાપ પણ હવે બદલાઈ ગઈ છે. સની લિયોનીના પતિ ડેનિયલ વેબરનો આજે 21 ઓક્ટોબરે જન્મદિવસ છે. ડેનિયલનું નામ એક પ્રખ્યાત ગિટાર વાદકમાં સામેલ હતું. ન્યૂયોર્કમાં જન્મેલો અને પોતાના ટેલેન્ટના દમ પર આજે સની લિયોનીની પરણીને સુખ સંપતિથી ઘરના લોકો સાથે સમય પસાર કરી રહ્યો છે.

સનીની લવ સ્ટોરી

બંન્નેનો એક કોમન મિત્ર હતો તેણે વેગાસના એક કલ્બમાં ડેનિયલ અને સનીની મુલાકાત કરાવી. ડેનિયલ તેને પહેલી નજરમાં જ પ્રેમ કરવા લાગ્યો હતો. સનીએ કહ્યું હતું કે ખબર નહીં ક્યાંથી ડેનિયલને મારો નંબર અને ઈમેઈલ આઈડી મળ્યાં. પરંતુ તેણે સીધો મને ફોન કરવાની જગ્યાએ પહેલા મેઈલ કર્યો. એની આ વાત જ મારા દિલને સ્પર્શી ગઈ અને પછી બંન્ને વચ્ચે ધીમે ધીમે વાતો ચાલુ થઈ.

એમાં એક દિવસ એવો આવ્યો કે ન્યૂયોર્ક જતાં સમયે ડેનિયલે સનીને મળવા માટે પ્રસ્તાવ મુક્યો. સનીએ પણ હા પાડી દીધી. પહેલી જ ડેટમાં સની કેટલીક કલાક લેટ પહોંચી પરંતુ ડેનિયલ તો રાહ જોતો રહ્યોં. પછી બંન્નેએ ત્રણ કલાક સાથે વિતાવી અને તે સમય સની માટે ખૂબ જ ખાસ હતો. કારણ કે સનીને લાગી રહ્યું હતુ કે રેસ્ટોરન્ટમાં તે બંન્ને સિવાય કોઈ જ નથી.

સનીએ લવ સ્ટોરી જણાવતા આગળ કહ્યું કે, એક દિવસ જ્યારે હું રિંગ રાખવા માટે બોક્સ શોધી રહી હતી ત્યારે જ ડેનિયલે મને એક બોક્સ આપ્યું અને કહ્યું કે મારી પાસે તારા માટે બીજી પણ એક રીંગ છે. સનીને પ્રપોઝ કરવાની ડેનિયલની આ રીત પર વારી ગઈ અને વિના સંકોચે હા પાડી દીધી. સનીએ આગળ વાત કરી હતી કે, તે મને એડલ્ટ ફિલ્મોમાં કોઈ બીજા સાથે સુતા જોઈને ખુશ ન હતો એટલા માટે તેણે મારી સાથે જ કામ કરવાનું શરૂ કર્યુ અને અમે પોતાની કંપની શરૂ કરી. વર્ષ 2011મા લગ્ન કરી લીધા.

આ વીડિયો પણ જુઓ: PM મોદીએ મતદારોને કરી અપીલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન