Sunny Leone Daniel Weber wishes her with most special message!
  • Home
  • Featured
  • Photos: હોટ એકટ્રેસ સની લિયોનીનો આજે જન્મદિવસ, પતિ ડેનિયલે શેર કરી ઇમોશનલ પોસ્ટ

Photos: હોટ એકટ્રેસ સની લિયોનીનો આજે જન્મદિવસ, પતિ ડેનિયલે શેર કરી ઇમોશનલ પોસ્ટ

 | 3:17 pm IST

બીટાઉનની હોટ એકટ્રેસ સની લિયોનીનો આજે જન્મદિવસ છે. પોતાની ઉંમરને માત આપી તે દિવસેને દિવસે આકર્ષક લાગી રહી છે. 38 વર્ષની અને ત્રણ બાળકોની માતા એટલી ખુબસુરત છે કે જોનારા જોતા જ રહી જાય છે. પતિ ડેનિયલ વેબરે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી ઈમોશનલ મેસેજ પોસ્ટ કર્યો છે. જે તેની લાગણી દર્શાવે છે.

ડેનિયલે ઇન્સ્ટાગ્રામ પર સની સાથે ત્રણ તસવીરો શેર કરી છે. જેમાં તેણે જણાવ્યુ છે કે દુનિયા માટે ભલે સની હોટ એન્ડ સેક્સી હોય પણ તેના માટે એક સારી દોસ્ત કેરિંગ લાઈફ પાર્ટનર અને પ્યારી મધર છે.

ડેનિયલે લખ્યુ છે કે આજના દિવસે શું લખુ તુ મારા માટે હંમેશા ખાસ રહેશે અને છે. હું તારી સાથે જીવનના દરેક પલને જીવવા માંગુ છુ. તારો સાથ મારા માટે ખાસ છે. ડેનિયલની આ પોસ્ટ પર પ્રશંસકોની લાઈકનો વરસાદ વરસી રહ્યો છે. જન્મદિવસની ચારેબાજુથી શુભકામનાઓ મળી રહી છે. લોકોએ સનીની ભરપેટ પ્રશંસા કરી છે. આજે જે ઉંચાઈ પર સની પહોંચી છે તે માટે તેણે ભારે સંઘર્ષ અને અથાગ મહેનત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન