sunny leone responded with a cryptic post to kangana ranaut comment
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘સોફ્ટ પોર્ન એક્ટ્રેસ’ શબ્દ વાપરતાં જ સની લિયોનીએ કંગનાને મૂંઢ ઘા માર્યો, કહ્યાં આકરાં શબ્દો!

‘સોફ્ટ પોર્ન એક્ટ્રેસ’ શબ્દ વાપરતાં જ સની લિયોનીએ કંગનાને મૂંઢ ઘા માર્યો, કહ્યાં આકરાં શબ્દો!

 | 6:42 pm IST

સોશિયલ મીડિયા પર પોતાના બેબાક નિવેદનથી જાણીતી અભિનેત્રી કંગના હાલમાં લગાતાર ચર્ચામાં છે. રોજ સવારે તેનો ઝઘડો કોઈ ત્રીજા વ્યક્તિ જોડે થઈ રહ્યો છે. જો કે કંગના તો પહેલાંથી જ વિવાદમાં રહેલી અભિનેત્રી છે. ત્યારે હાલમાં કંગનાનો વિવાદ જયા બચ્ચન અને ઉર્મિલા સાથે થયો હતો. કંગનાએ ઉર્મિલા માતોંડકર વિશે સોફ્ટ પોર્ન એક્ટ્રેસ એવું કહ્યું હતું, ત્યારે હવે સની લિયોનીએ એક પોસ્ટ કરી છે અને જે ચર્ચામાં આવી છે. આ પોસ્ટમાં આમ તો કોઈનું નામ નથી પણ ઈશારો કંગના તરફ લાગી રહ્યો છે.

View this post on Instagram

Lunch date! Catching up on world drama!

A post shared by Sunny Leone (@sunnyleone) on

એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી ઘણી દુર થઈ ચૂકેલી અભિનેત્રી સની લિયોની ઘણા સમયથી બોલિવૂડમાં સારુ કામ કરી રહી છે, મોટા મોટા સ્ટાર સાથે પણ તેણે કામ કર્યું છે. ત્યારે હવે સનીએ એક પોસ્ટ કરીને કંગના પર નિશાન સાધ્યુ હતું. પોસ્ટમાં લખવામાં આવ્યું કે આ કેટલું ફન્ની છે કે જ્યારે લોકો તમારા વિશે ઓછું જાણતાં હોય અને હંમેશા મોટી મોટી વાતો કરતાં હોય.

આ પોસ્ટ સાથે જ સની લિયોનીએ પોતાની એક સુંદર અને હોટ તસવીર પણ શેર કરી છે અને સાથે જ કેપ્શનમાં લખ્યું કે, લંચ ડેટ, દુનિયાના ડ્રામા પર નજર છે. ઉલ્લેખનીય છે કે કંગના પર જયા બચ્ચને અને ઉર્મિલાએ ભારે કટાક્ષ કરી છે અને સાથે જ બોલિવૂડ બે ભાગમાં વહેચાઈ ગયું જોવા મળ્યું હતું, કોઈ કંગનાના સપોર્ટમાં છે તો કોઈ કંગનાના વિરુદ્ધમાં છે. આજે સવારે જ અનુરાગ કશ્યપ અને કંગના વચ્ચે વિવાદ ઉભો થયો હતો અને ખરાખરીનો ખેલ જામ્યો હતો.

આ વીડિયો પણ જુઓ: ગુજરાત કેડરના IAS અધિકારીની કેન્દ્રમાં નિયુક્તિ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન