Omg! સની લિઓનીની છેક હવે જોઈ 60,00,00,00,000 રૂ.ની કમાણી કરનારી ફિલ્મ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • Omg! સની લિઓનીની છેક હવે જોઈ 60,00,00,00,000 રૂ.ની કમાણી કરનારી ફિલ્મ

Omg! સની લિઓનીની છેક હવે જોઈ 60,00,00,00,000 રૂ.ની કમાણી કરનારી ફિલ્મ

 | 7:38 pm IST

2015ના વર્ષમાં આવેલી સૌથી ધમાકેદાર ફિલ્મ ‘બાહુબલી’એ બધાના દિલ જીતી લીધા હતા. બોક્સઓફિસ પર તમામ રેકોર્ડ તોડનારી આ ફિલ્મ પૂરી થયા બાદ બધાના મોંમાં એક જ સવાલ હતો કે ‘કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?’. હવે ખબર પડી છે કે બોલિવૂડ બ્યુટી સની લિઓનીએ હવે લગભગ એક વર્ષ પછી આ ફિલ્મ જોઈ છે. આ ફિલ્મ જોયા બાદ સનીએ રિએક્શન આપતા જણાવ્યું હતું કે તેણે આખરે આ ફિલ્મ જોઈ જ લીધી છે અને તેને ફિલ્મનો અંત બહુ શાનદાર લાગ્યો છે. સનીએ જણાવ્યું હતું કે હું આ ફિલ્મના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહી છું. નોંધનીય છે કે આ ફિલ્મે બોક્સઓફિસ પર 60,00,00,00,000 રૂ. જેટલી કમાણી કરી છે.

આ ફિલ્મની સિક્વલ “બાહુબલી ધ કનક્લૂઝન” ના અંતિમ દ્રશ્યોનું શૂટિંગ તાજેતરમાં ડિરેક્ટર એસ. એસ. રાજામૌલી દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. મૈગ્નમ ઓપ્સની ટીમે પોતાના ચાહકો માટે આ શૂટ દરમિયાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ક્લાઈમેક્સનું બજેટ અંદાજિત 30 કરોડ રૂપિયા સુધીનું હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે આ ફિલ્મના પ્રથમ ભાગમાં ક્લાઈમેક્સનું બજેટ રૂ. 15 કરોડ હતું. એટલે કે ભાગ બેના ક્લાઈમેક્સનું બજેટ લગભગ બમણું હોવાનું મનાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ‘બાહુબલી…ધ બિગનિંગ’માં 12 મીનિટના વોર સીક્વન્સ ફીલ્મનો સૌથી સારો ભાગ હતો તે પ્રમાણે જ ચાહકોને બાહુબલી 2 સાથે તે પ્રકારની જ આશાઓ જોડાઈ છે.