sunny leone viral video actress introduces herself superhero
  • Home
  • Photo Gallery
  • કાતિલ ફિગર ધરાવતી હોટ સન્નીએ નવો જ જલવો બતાવ્યો, PHOTOS જોઈ કાળજુ કંપી ઉઠશે!

કાતિલ ફિગર ધરાવતી હોટ સન્નીએ નવો જ જલવો બતાવ્યો, PHOTOS જોઈ કાળજુ કંપી ઉઠશે!

 | 2:48 pm IST

બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ સન્ની લિયોની હવે સિલ્વર સ્ક્રીન પર સુપરહિરો તરીકે જોવા મળશે. સની લિયોની હંમેશાં તેના ફિલ્મને અને લૂકને લઈને ચર્ચામાં રહેતી હોય છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે એક સુપરહીરોના લુકમાં જોવા મળી રહી છે. તે ફ્લાઈંગ કાર ચલાવતી અને સુપર ગેજેટ્સનો ઉપયોગ કરતી જોવા મળી રહી છે.

સન્ની લિયોનીએ કહ્યું કે, સુપરહીરોની કલ્પના એવી વસ્તુ છે કે જેનો હું અને ડેનિયલ ઘણા સમયથી વિચાર કરી રહ્યા છીએ. આ કારણે સુપરહીરો કોરનો જન્મ થાય છે અને તે બધી અનિષ્ટતાને નાબૂદ કરી શકે છે. આ વીડિયોમાં સન્નીના કોસ્ચ્યુમ અને સેટ્સ પ્રખ્યાત ફિલ્મ ધ મેટ્રિક્સ જેવા લાગી રહ્યા છે.

સન્ની વીડિયોમાં શહેરને બચાવવાની કોશિસ કરી રહી છે. તે પોતાની સુપરકારમાં શહેરમાં ફરી રહી છે. ઉલ્લેખનીય છે કે આ વીડિયોમાં જે બેકગ્રાઉન્ડ મ્યૂઝિક છે તે તેનાં પતિ ડેનિયલે આપ્યું છે. તો ફોટોમાં જુઓ સન્નીનો નવો લૂક…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન