સની લિયોનીની બાયોપિક કરનજીત કૌરઃ ધ અનટોલ્ડ સ્ટોરીની ધૂમ - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • સની લિયોનીની બાયોપિક કરનજીત કૌરઃ ધ અનટોલ્ડ સ્ટોરીની ધૂમ

સની લિયોનીની બાયોપિક કરનજીત કૌરઃ ધ અનટોલ્ડ સ્ટોરીની ધૂમ

 | 1:11 am IST

હાલના સમયમાં હિન્દી સિનેજગતની અભિનેત્રી સની લિયોનીની બાયોપિક કરનજીત કૌર- ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોનીની ચર્ચા ચારેબાજુ જોરોશોરથી થઇ રહી છે. થોડા દિવસ પહેલાં સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ઝી ૫ર ઉપર રિલીઝ થયેલી તેની બાયોપિકની પહેલી સીઝન દર્શકોએ ઘણી પસંદ કરી હતી. ‘કરનજીત કૌર- ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોની’ સીઝન-૧ને કરોડો દર્શેકો જોઇ ચૂક્યા છે. પહેલા સીઝનની સફળતા જોતા સની તેની બીજી સીઝન પણ લઇને તૈયાર છે. અત્યારે બીજી સીઝનનું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. સની લિયોનીએ થોડા સમય પહેલા જ તેની બીજી સીઝનની બાયોપિક વિશે જાણકારી આપી દીધી હતી. સોમવારે તેણે તેના ઓફિશિયલ ટ્વિટર એકાન્ટ ઉપર સીઝન૨નું ટ્રેલર રિલીઝ કરી દીધું છે. જેને તેના ચાહકોએ ઘણી પસંદ કરી છે. કરનજીત કૌર- ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોનીના પહેલા સીઝનમાં તેના બાળપણથી માંડીને પોર્નસ્ટાર બની ત્યાં સુધીની વાર્તા બતાવવામાં આવી છે. જ્યારે સીઝન-૨માં સનીએ પોતાના જીવનના ખૂબ જ મહત્ત્વના ભાગ જેમાં પતિ ડેનિયલ વેબર સાથે પસાર કરેલી પોતાની જિંદગી વિશે વાત કરી છે. કરનજીત કૌરમાં ડેનિયલ વેબરની ભૂમિકા અભિનેતા અને મોડલ માર્ક બકનર કરી રહ્યા છે. આ ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યું છે.