sunny-leones-tears-started-cryingsunny-leones-tears-started-cryingsunny-
  • Home
  • Entertainment
  • Bollywood
  • અરબાઝ ખાને કરી એવી હરકત કે, સની લિયોની ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી

અરબાઝ ખાને કરી એવી હરકત કે, સની લિયોની ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગી

 | 6:42 pm IST

સલમાન ખાનનાં નાના ભાઈ અરબાઝ ખાનનો નવો યૂટ્યૂબ શો ‘Pinch By Arbaaz Khan’ ચર્ચાઓમાં છવાયેલો રહે છે. આ શોમાં અરબાઝ ખાન સેલેબ્રિટી સાથે અજીબોગરીબ સવાલો કરતા નજરે પડે છે.

તાજેતરમાં જ અરબાઝ ખાને પોતાના શોને લઈને મીડિયા સાથે થયેલી એક ખાસ વાતચીતમાં કહ્યું કે અમે સોશિયલ મીડિયાથી દુખી છીએ અને તે શોનો ફોર્મેટ જ એવો છે કે સોશિયલ મીડિયા પર જ્યારે સ્ટાર્સને ખરાબ અને વિચિત્ર કમેન્ટ્સ અને સવાલો કરે છે ત્યારે સ્ટાર્સને કેવું લાગે છે? તે પબ્લિક પ્લેટફોર્મ પર કયાં પ્રકારે ડીલ કરે છે.

તાજેતરમાં અરબાઝે સની લિયોની સાથે થયેલા શૂટનો એક ભાગ જણાવતા કહ્યું કે અમે સોશિયલ પ્લેટફોર્મથી યૂઝર્સનાં કમેન્ટ્સ કરેલા સવાલ ઉઠાવ્યા તો એક સવાલ તો એટલો ખરાબ હતો કે સની લિયોની તે સવાલ સાંભળીને રડવા લાગી.

અરબાઝે કહ્યું કે, “જે અમને ફક્ત આ સવાલ સાંભળીને આટલું ખોટું લાગે છે તો વિચારો કે સની લીયોની વિશે જ્યારે સોશિયલ મીડિયા પર લોકો ખુલ્લેઆમ અભદ્ર શબ્દ અને ટિપ્પણી કરે છે ત્યારે તેને કેવું થતું હશે?”

અરબાઝ ખાને કહે છે કે સોશિયલ મીડિયા નિયમો આધારિત હોવું જોઈએ જેથી સોશિયલ મીડિયા પર વધતા ક્રાઈમ પર લગામ લાગે અને લોકો સોશિયલ મીડિયા પર વાતચીત કરતા સાવધાની રાખે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન