સૂર્યનું મેષ રાશિમાં પરિવર્તન - કેટલીક રાશિને લાભ તો કેટલાંકને નુકસાન - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • સૂર્યનું મેષ રાશિમાં પરિવર્તન – કેટલીક રાશિને લાભ તો કેટલાંકને નુકસાન

સૂર્યનું મેષ રાશિમાં પરિવર્તન – કેટલીક રાશિને લાભ તો કેટલાંકને નુકસાન

 | 4:33 pm IST

સૂર્ય બધા નવ ગ્રહોનો રાજા છે. સૂર્ય જ્યારે પણ રાશિ બદલે છે તો બધા પર તેનો પ્રભાવ પડે છે. 14 એપ્રિલ 2018ના રોજ સૂર્ય તેની રાશિ બદલી રહ્યું છે. સૂર્ય આ દિવસે સવારે જ પોતાની ઉચ્ચ રાશિ મેષમાં પ્રવેશ કરશે જે 15 મે સુધી આ જ રાશિમાં રહેશે.

મેષ- સૂર્યનો પ્રવેશ આ રાશિમાં થઇ રહ્યો છે જેના કારણે આ રાશિ પર વધુ પ્રભાવ પડશે. લાભ મળવાની શક્યાતાઓ વધારે છે. આવકમાં વૃદ્ધિ થશે. નોકરીમાં નવા પ્રસ્તાવ મળી શકે છે.

વૃષભ- અચાનક લાભ મળવાની સંભાવનાઓ છે. જમીનના સોદાથી લાભ થઇ શકે છે. ઘરમાં કંકાશ વધી શકે છે.

મિથુન- આ રાશિના જાતકો માટે સૂર્યનું મેષ રાશિમાં ગોચર ધનમાં વૃદ્ધિ કરવાનો શ્રેષ્ઠ સમય છે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે. વેપાર કરનારા માટે ફાયદાનો સોદો થવાની શક્યતાઓ છે.

કર્ક- સૂર્યનું આ રાશિમાં 10માં ભાવમાં ગોચરથી ઘણા મહત્વપૂર્ણ પરિવર્તન થવાના સંકેત છે. પ્રગતિ થવાના પ્રબળ સંકેત છે. આવક વધારો થવાના સંકેતો વધારે છે. ધાર્મિક કાર્યોં માટે તમારો રસ વધશે.

સિંહ- આ રાશિના લોકોને ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે. નોકરીમાં પરિવર્તનનો યોગ બને છે. પિતાજીથી મતભેદ થઇ શકે છે. બનતા કામ બગડી શકે છે. વગર કારણનો વિવાદ ઉત્પન થઇ શકે છે.

કન્યા- સૂર્યના રાશિ પરિવર્તનથી નોકરીમાં તમારા અધિકારીઓથી મતભેદ સર્જાઇ શકે છે. કોઇ ગેરકાનૂની વિવાદમાં સપડાઇ શકો છો માટે સાવધ રહેજો. ખર્ચામાં વધારો થવાની શક્યાતાઓ છે.

તુલા- ઘણી બધી કોર્ટ બાબતોમાં ફસાઇ શકો છો. પરંતુ આ બધુ થયા છતા તમે તમારા વિરોધીઓને પછાળવામાં સફળ થશો. સંતાન સુખ મળશે.

વૃશ્ચિક- કાર્યક્ષેત્રમા પણ શુભ સમાચાર મળવાના સંકેત છે. આવકમાં વધારો થશે અને પ્રભાવશાળી લોકોની વચ્ચે સંબંધ બનાવવાની ઘણી તકો મળશે. સરકારી નોકરીકરનારા માટે પ્રમોશન અને વિદેશ યાત્રાનો યોગ પણ બની રહ્યો છે.

ધન – સૂર્ય તમારી રાશિમાં પાંચમાં ભાવમાં ગોચર કરશે જેનો પ્રભાવ તમારી આવક પર અસરકારક રૂપથી પડશે. રાશિવાળાના જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તન જોવા મળશે,

મકર- સૂર્ય તમારી રાશિથી ચોથા ભાવમાં જશે. ધનુ રાશિ માટે જમીનના સોદામાં ફાયદો મળી શકે છે અથવા પછી મનપસંદ જમીનનો તમારી મરજી મુજબ સોદો થઇ શકે છે. આવક વધવાના અણસાર છે.

કુંભ- આ રાશિ માટે મોટો લાભ થવાના સંકેત છે. ધાર્મિક યાત્રા પર જવાના યોગ છે. સંતાન સુખનો લાભ મળશે.

મીન- સૂર્ય મીન રાશિથી બીજા ભાવમાં જાય છે. આ રાશિના લોકોને સાસરા પક્ષ તરફથી કોઇ સોનેરી ઉપહાર મળી શકે છે. નોકરીમાં પ્રમોશન મળવાના અણસાર છે.