Supeme Court verdict on Babri Masjid-Ram Janmabhoomi
  • Home
  • Ayodhya Verdict
  • અયોધ્યામાં બનશે રામ મંદિર જ્યારે મુસ્લિમ પક્ષને બીજી જગ્યાએ જમીન ફાળવવાનો આદેશ

અયોધ્યામાં બનશે રામ મંદિર જ્યારે મુસ્લિમ પક્ષને બીજી જગ્યાએ જમીન ફાળવવાનો આદેશ

 | 11:23 am IST

અયોધ્યા કેસનો ચુકાદો આખરે આવી ગયો છે. સુપ્રીમ કોર્ટે રામલલાનો દાવો યથાવત રાખ્યો છે.  મુસ્લિમોને અન્ય જગ્યા પર જમીન આપવાનો સરકરને આદેશ આપ્યો છે. સુન્ની વક્ફ બોર્ડને 5 એકર જમીન અન્યત્ર આપવા સરકારને આદેશ કર્યો છે. સાથે જ સુપ્રીમ કોર્ટે સરકારને 3 મહિનાની અંદર રામ મંદિર નિર્માણનો એક્શન પ્લાન તૈયાર કરવાનો પણ આદેશ આપ્યો છે.

ચુકાદો આપતા પહેલા સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, ASI એ સ્થાપિત કરી શકયું નથી કે મસ્જિદનું નિર્માણ મંદિરને ધ્વસ્ત કરીને કરાયુ હતું. બાબરી મસ્જિદનું નિર્માણ ખાલી જગ્યા પર થયુ હતુ, જમીનની નીચનો ઢાંચો ઇસ્લામિક નહોતો. ASIના નિષ્કર્ષોથી સાબિત થાય છે કે નષ્ટ કરાયેલા ઢાંચાની નીચે મંદિર હતુ. હિન્દુઓની આસ્થા છે કે ભગવાન રામનો જન્મ ગુંબજની નીચે થયો હતો. આસ્થા વૈયક્તિક વિશ્વાસનો વિષય છે. હિન્દુઓની આસ્થા અને તેમનો એ વિશ્વાસ કે ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો, આ નિર્વિવાદ છે.

સુપ્રીમે કહ્યું હતું કે, એ વાતના પુરાવા છે કે અંગ્રેજો આવ્યા તે પહેલાં રામ ચબૂતરો અને સીતા રસોઇની હિન્દુ પૂજા કરતા હતા. રેકોર્ડ્સના પુરાવા બતાવે છે કે વિવાદાસ્પદ જમીનના બહારના ભાગમાં હિન્દુઓનો કબ્જો હતો.

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, કેસનો ચુકાદો ASIના પરિણામોના આધાર પર થઇ શકે નહીં. જમીન પર માલિકી હકનો ચુકાદો કાયદાના હિસાબથી થવો જોઇએ. સીજેઆઇ રંજન ગોઇએ કહ્યું કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને શંકાથી પર છે અને તેના અભ્યાસને નજરઅંદાજ કરી શકાય નહીં. સુનાવણી હાથ ધરતાની સાથે જ સુપ્રીમ કોર્ટે નિર્મોહી અખાડાનો દાવો કરાયો રદ્દ કર્યો હતો અને રામલલાને મુખ્ય પક્ષ ગણાવ્યો હતો

શિયા વક્ફ બોર્ડનો દાવો એકતમથી રદ્દ, સીજેઆઇ ગોગોઇએ કહ્યું કે અમે 1946ના ફૈઝાબાદ કોર્ટના નિર્ણયને પડકારતી શિયા વક્ફ બોર્ડનીં સિંગલ લીવ પિટિશન (SLP)ને નકારી દીધી છે.

સુનાવણી હાથ ધરતા જ સુપ્રીમ કોર્ટે શિયા બોર્ડની અરજી ફગાવી દીધી હતી. 40 દિવસ સુધી ચાલેલી સુનવણી બાદ સુપ્રીમ કોર્ટે 16મી ઑક્ટોબરના રોજ ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો. આ દેશનો સૌથી જૂનો મામલો છે અને આ મામલે 40 દિવસો સુધી નિયમિત સુનાવણી થઇ હતી. આ સુપ્રીમ કોર્ટના ઐતિહાસમાં અત્યાર સુધીની સૌથી લાંબી ચાલનાર સુનાવણી હતી. સૌથી લાંબી સુનાવણીનો રેકોર્ડ 1973ના કેશવાનંદ ભારતી કેસનો છે, જેમાં 68 દિવસો સુધી સુનાવણી ચાલી હતી.

30 સપ્ટેમ્બર, 2010ના રોજ અલ્હાબાદ હાઇકોર્ટે અયોધ્યાના વિવાદાસ્પદ સ્થળને રામ જન્મભૂમિ ગણાવી હતી. હાઇકોર્ટે 2.77 એકર જમીનની વહેંચણી કરી દીધી હતી. કોર્ટે સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલાની વચ્ચે જમીન સરખાભાગે વહેંચવાનો આદેશ આપ્યો હતો.

કેસ સાથે જોડાયેલી ત્રણ પાર્ટીઓ નિર્મોહી અખાડા, સુન્ની વક્ફ બોર્ડ, અને રામલલા વિરાજમાને આ ચુકાદો માનવાની ના પાડી દીધી હતી. હાઇકોર્ટના આ ચુકાદાની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં 14 અરજી દાખલ થઇ. આ કેસ છેલ્લાં નવ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતો.

આ વીડિયો પણ જુઓ : અલ્હાબાદ હાઇકોર્ટનો ચુકાદો રદ કરવાની માંગ અયોગ્ય : CJI

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન