‘Super 30’ Film Review Vijay Rupani tweet about ‘Super 30’ movie
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘સુપર 30’ જોઈને વિજય રૂપાણી પણ મોજમાં, Tweet કરીને કહી દીધી આટલી મોટી વાત

‘સુપર 30’ જોઈને વિજય રૂપાણી પણ મોજમાં, Tweet કરીને કહી દીધી આટલી મોટી વાત

 | 3:31 pm IST

સુપર 30 ફિલ્મ આજે રિલીઝ થઈ ગઈ છે અને લોકો જોઈને સારા રિવ્યું પણ આપી રહ્યાં છે. ગણિતશાસ્ત્રી આનંદકુમારની આ બાયોપિક પિક્ચર છે. શિક્ષણ મેળવવા માટે અમીરી અને ગરીબીની એક પાતળી પણ જાડી માનસકિતા ધરાવતી એક ભેદરેખા છે જે આ ફિલ્મ દ્વારા રજૂ કરવામાં આવી છે.

સુપર 30 ફિલ્મ આનંદ કુમાર નામના ભારતીય ગણિતશાસ્ત્રીના જીવન પર આધારિત છે કે જેમણે 30 બાળકોને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) સુધી પહોંચાડવા માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. આનંદ કુમારે રામાનુજન સ્કૂલ ઓફ મેથેમેટિક્સની શરૂઆત કેવી રીતે કરી અને આ સ્કૂલ શરુ કરવા પાછળ આનંદકુમારનો ધ્યેય “રાજા કા બેટા રાજા નહિ બનેગા જો હકદાર હૈ વહી રાજા બનેગા” સાબિત કર્યો.

વિજય રૂપાણીએ પણ આ ફિલ્મને લઈને એક ટ્વીટ કરી છે કે જેમાં તેણે આનંદ કુમારને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે, ‘સુપર 30’ એ એક એવી ફિલ્મ છે જે વાસ્તવિકતા સાથે જીવનનાં સંઘર્ષની રજૂઆત કરે છે. @Techacheranand સરળ શિક્ષક તેમજ પ્રેરણાદાયક અને જરૂરિયાતમંદ માટે એક આશાનું કિરણ બનીને એક પ્રતીક રૂપે ઉભરી આવે છે. ઋતિક રોશને પણ આનંદના પડકાર રૂપ પાત્રની પ્રશંસાપાત્ર ભૂમિકા ભજવી છે. શુભેચ્છાઓ..

આનંદ કુમાર ને પોતાની આવડત ઉપર વિશ્વ વિખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મળે છે પણ આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાથી તેઓ કેમ્બ્રિજમાં ભણવા ના જઈ શક્યા. ત્યાર બાદ શરૂ થાય છે એક ખરો સંઘર્ષ અને આ સંઘર્ષ એમને “સુપર 30” વિદ્યાર્થીઓ જે હાંસિયામાં ધકેલાયેલા છે એવા વિદ્યાર્થીઓ ને આઈઆઇટી સુધી પહોંચાડે છે. ફિલ્મમાં ઋતિક રોશનનું પર્ફોર્મન્સ ખૂબ જ શાનદાર છે, સાથે નવોદિત અભિનેત્રી મૃણાલ ઠાકુરનું પાત્ર ફિલ્મમાં ખૂબ જ મીઠાશ ભર્યું છે. બાકી ફિલ્મમાં અમિત સાધ, વીરેન્દ્ર સક્સેના તથા નંદીશ સિંહ ખૂબ જ મહત્ત્વના રોલમાં જોવા મળ્યા છે કે જેમના વિના આ ફિલ્મ અધૂરી લાગે છે.

મરાઠી ફિલ્મ સૈરાટમાં જે સિમ્ફનીનો અનુભવ થાય છે એવો જ અનુભવ મ્યુઝિક ડિરેક્ટર અજય-અતુલ આ ફિલ્મમાં કરાવે છે. વિકાસ બહલ જે ‘શાનદાર’ મૂવી બનાવીને બે”હાલ” થઇ ગયા હતા તે હવે ફિલ્મ “સુપર 30” બાદ સારું કમબેક કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન