Super Model Char Borley troll Warn to slit her Throat her Daughter
  • Home
  • Photo Gallery
  • ટીનએજ દિકરી પર દુષ્કર્મની ધમકીથી ફફડી ઉઠી આ સુપર હોટ મોડલ, PHOTOS

ટીનએજ દિકરી પર દુષ્કર્મની ધમકીથી ફફડી ઉઠી આ સુપર હોટ મોડલ, PHOTOS

 | 8:54 pm IST

એક પ્રખ્યાત ઇન્સ્ટાગ્રામ મૉડલે પોલીસને ફરિયાદ કરી છે. આ મૉડલને તેની ટીનએજ દીકરી સાથે રેપ અને તે મોડલનું ગળું કાપી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ મોડલનું કહેવું છે કે, તે ખુબ જ ડરી ગઇ છે અને મદદ ઇચ્છે છે. આ મોડલ ઇન્સ્ટાગ્રામ સ્ટાર સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરો શૅર કરવાને લઈને ચર્ચામાં રહે છે.

ઇન્સ્ટાગ્રામ પર ચાર બોર્લેય નામની 36 વર્ષીય સુપર મૉડલનાં આશરે 4 લાખ ફૉલોઅર્સ છે. આ મૉડલને સોશિયલ મીડિયા પર ગળુ કાપીને મારવાની અને તેની ટીનએજ દીકરીનો રૅપ કરવાની ધમકીઓ મળી રહી છે. જે બાદ ચાર બોર્લેય એ પોલીસને ફરિયાદ કરી છે, મૉડલનું કહેવું છે કે, તેને ધમકીઓ છેલ્લાં ઘણાં અઠવાડિયાથી મળી રહી છે. પણ હવે તેને કંટાળીને ફરિયાદ કરી છે.

મૉડલનો આરોપ છે કે ધમકી આપનારા વ્યક્તિ અંગે જાણ થયા બાદ પણ તેને સ્થાનિક પોલીસ તરફથી કોઇજ પ્રકારનું અપડેટ નથી આપવામાં આવી રહ્યું. ચાર બોર્લેય ફરિયાદ દાખલ કર્યા બાદ હવે રિસ્પૉન્સ મળવાની રાહ જોઇ રહ્યાં છે. ચાર બોર્લેય નું કહેવું છે કે, તે મારું ગળું કાપીને અને મારી ટીનએજ દીકરી પર રૅપ ગુજારવાની ધમકીઓ આપી રહ્યો હતો. મે મારાં જીવનમાં આટલો ડર ક્યારેય અનુભવ્યો નથી. હું પોલીસનાં જવાબની રાહ જોઇ રહી છું. ઘણાં અઠવાડિયા વીતી ગયા છે. જો કંઇ નહીં થાય તો તે એબ્યૂઝર ફરી અમને પરેશાન કરવાનું શરૂ કરી દેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન