super spy camera china invented an ultra power camera capture photos
  • Home
  • Featured
  • અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી ઇન્ટેલિજન્સ 500 મેગા પિક્સલનો કેમેરો તૈયાર

અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી ઇન્ટેલિજન્સ 500 મેગા પિક્સલનો કેમેરો તૈયાર

 | 4:11 pm IST

ચાઇનાએ એક એવો શક્તિશાળી ખુફિયા કેમેરો તૈયાર કર્યો છે, જે હજારોના ટોળામાં પણ તેના ટારગેટને કેદ કરવાની ક્ષમતા ધરાવે છે. આ કેમેરાને ચકમો આપવો સરળ નથી. અન્ય કેમેરા હાજારોના ટોળામાં તેના ટારગેટને કેદ કરવાની જગ્યાએ તે સમગ્ર ભીડને કેદ કરે છે. તેનાથી ટારગેટનીહાઈ રિઝોલ્યુશન ફોટો મળતી નથી. જેથીટારગેટની ઓળખ થઇ શકતી નથી. ચીનની આ શોધને ખુફિયા સ્થળ માટે એક મોટી ઉપલબ્ધિ ગણાઇ રહી છે.

500 મેગા પિક્સલવાળો આ કેમેરા એ કેમેરા જેટલો જ શક્તિશાળી છે, જેની મદદથી અવકાશમાં દૂરની આકાશગંગાઓનું નિરીક્ષણ કરવામાં આવે છે. એક અહેવાલ મુજબ આ કેમેરા માણસની આંખ કરતા પાંચ ગણો વધારે શક્તિશાળી છે. આ સર્વેલન્સ કેમેરાને ફૂદાન યુનિવર્સિટી અને ચંગચૂન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑપ્ટિક્સના વૈજ્ઞાનિકોએ ડિઝાઇન કર્યો છે.

ચીન દ્વારા તૈયાર કરવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી ઇન્ટેલિજન્સ કેમેરા 500 મેગા પિક્સલનો છે. આ ગુપ્તચર કેમેરા ભવિષ્યમાં રીયલ ટાઇમ ટ્રેકિંગ સિસ્ટમ અને ફેસિયલ રેકગ્નિશન ટેક્નોલોજીથી પણ સજ્જ થઈ શકે છે.

એવું માનવામાં આવે છે કે, આ શક્તિશાળી ગુપ્તચર કેમેરા ભવિષ્યમાં ચીનની સેના, પોલીસ અને અન્ય સુરક્ષાદળો માટે અત્યંત ઉપયોગી સાબિત થઈ શકે છે.

સીસીટીવી સર્વેલન્સ પછી ચીન હવે પોતાના નાગરિકો પર નજર રાખવા માટે અન્ય કેટલીય ટેક્નિકના ઉપયોગ પર કામ કરી રહ્યું છે. આ શ્રેણીમાં ગયા વર્ષે ચીને નાગરિકોની ઓળખને ચકાસવા માટે એક નવું સર્વેલન્સ ટૂલ ગેટ રેકગ્નિશન તૈયાર કર્યું છે. આ ટૂલ એટલું અસરકારક છે કે, તે અપરાધીની ચાલ જોઈને જ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દે છે.

આ વીડિયો પણ જુઓ – ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની મહેફીલો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન