supplier in mumbai exposed bollywood scam reality See here
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સેક્સની ઈચ્છા અને ફિટ બોડીના બહાને અભિનેત્રીઓ કરે છે ડ્રગ્સનું સેવન, જાણો બીજી અજાણી વાતો

સેક્સની ઈચ્છા અને ફિટ બોડીના બહાને અભિનેત્રીઓ કરે છે ડ્રગ્સનું સેવન, જાણો બીજી અજાણી વાતો

 | 6:00 pm IST

શનિવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ ડ્રગ્સના કેસમાં હાસ્ય કલાકાર ભારતી સિંહની ધરપકડ કરી હતી. ત્યાકબાદ તેના પતિની પણ ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ પહેલાં ભારતી અને તેના પતિ હર્ષના ઘરે તેમજદ ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં એવો દાવો કરવામાં આવ્યો છે કે 86.5 ગ્રામ ગાંજો અને અન્ય ડ્રગ્સ મળી આવ્યું હતું.

ગયા મહિને એનસીબીએ બીજી એક ટીવી એક્ટ્રેસ પ્રીતિકા ચૌહાણની પણ ડ્રગ્સ લેવાના આરોપમાં ધરપકડ કરી હતી. સપ્ટેમ્બરમાં અભિનેતા સનમ જોહર અને એબિગેલ પાંડે સામે ડ્રગ્સના સેવન માટે એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ બધી કાર્યવાહી એ કેસમાં કરવામાં આવી રહી છે કે જેમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિકની ધરપકડ કરવામાં આવી હતી.

આ કેસમાં અત્યાર સુધીમાં લગભગ 30 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી માત્ર એક મોટું નામ છે – ફિલ્મ નિર્માતા ક્ષિતિજ પ્રસાદ. જો કે એનસીબીએ અત્યાર સુધીમાં દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીતિ સિંહ અને અર્જુન રામપાલની પૂછપરછ કરી છે, પરંતુ ધરપકડ મોટાભાગે નાના કલાકારોની જ થઈ રહી છે.

જો આપણે છેલ્લા કેટલાક વર્ષોના ઇતિહાસ પર નજર કરીએ તો બોલિવૂડમાં ડ્રગ્સને લઈને મર્ડર સુધીની ઘટનાઓ બની ગઈ છે અને તે છે ફિલ્મ અભિનેત્રી કૃતિકા દેસાઇ. એવો આરોપ છે કે તેણે કેટલાક ડ્રગ્સના વેપારીઓને પૈસા ચૂકવ્યાં નહોતા તેથી તે પેડલરોએ તેની હત્યા કરી નાંખી. આ કેસ બાન્દ્રા ક્રાઇમ બ્રાંચના સિનિયર ઈન્સ્પેક્ટર નંદકુમાર ગોપાળે હાથમાં લીધો હતો. જે દિવસે એનસીબી દીપિકા પાદુકોણની પૂછપરછ કરી રહી હતી તે દિવસે ગોપાળે ટીવી ઈન્ડસ્ટ્રી અને બોલિવૂડમાં ડ્રગ્સ સપ્લાય કરવામાં સામેલ ઉસ્માન શેખ નામના ડ્રગ સપ્લાયરની ધરપકડ કરી હતી.

બોલિવૂડમાં આટલું ડ્રગ્સ કેમ લેવાઈ રહ્યું છે તે અંગે ગોપાળે પૂછપરછ કરતા ઉસ્માન શેખે કેટલાક સનસનાટીભર્યા ખુલાસા કર્યા હતા. ઉસ્માનના મતે બોલિવૂડમાં એક ખોટી માન્યતા ઘુસી ગઈ છે કે ડ્રગ્સના ઉપયોગને લીધે માણસ હંમેશા પાતળો અને ફિટ રહે છે. હીટ મૂવીઝ આપવા માટે અથવા ટીવી સિરિયલોમાં અને લાંબા સમયથી અન્ય શોમાં તમારું અસ્તિત્વ ટકાવવા માટે પાતળું હોવું જરૂરી છે, તેથી આ લોકો ડ્રગ્સનું ખુબ સેવન કરે છે.

ઉસ્માન શેખે પૂછપરછ દરમિયાન એમ પણ કહ્યું હતું કે, બોલિવૂડમાં બીજી એક માન્યતા છે કે ડ્રગ્સના સેવનથી સેક્સની ઈચ્છા વધે છે. તેના કારણે પણ અભિનેત્રીઓ ડ્રગ્સ લે છે અને ત્રીજું તેમજ અગત્યનું કારણ એ છે કે મોટાભાગના લોકો ડ્રગ્સ એટલા માટે લે છે કે તેને એવું લાગે છે કે તેઓ કારકિર્દીમાં લાંબા સમય સુધી ટકી શકશે નહીં. આવું વિચારીને ડ્રગ્સ લેવાનું શરૂ કરે છે.

સિનિયર ઈન્સ્પેક્ટર નંદકુમાર ગોપાળેએ વાત કરતાં કહ્યું કે, જે વ્યક્તિ બોલિવૂડમાં સર્વોચ્ચ દરજ્જો ધરાવે છે, તે મોંઘું ડ્રગ્સ લે છે. જેઓ મોટા અભિનેતાઓ છે તે કોકેન અથવા આ પ્રકારનું અન્ય મોંઘું ડ્રગ્સ લે છે. જે ઓછા બજેટના કલાકારો છે તે એમડી જેવું ડ્રગ્સ લે છે. જેમની આવક ખૂબ ઓછી છે તે ગંજા, ચરસ વગેરેનું સેવન કરે છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં આ સિલસિલો અપવાદ પણ સાબિત થાય છે. દીપિકા પાદુકોણના મેનેજર કરિશ્મા પ્રકાશની વ્હોટ્સએપ ચેટ જેવી લીક થઈ એમાં વીડ અને હેશ શબ્દોનો ઉલ્લેખ કર્યો છે. હેશનો અર્થ હશીશ ડ્રગ્સ થાય. ક્રાઇમ બ્રાંચના એક અધિકારીના જણાવ્યા અનુસાર બોલિવૂડમાં જે એક્સ્ટ્રાનો રોલ કરતાં હોય તે ઘણીવાર પેડલર્સ હોય છે.

આ વીડિયો પણ જુઓ: સુરતમાં પ્રવેશવાના માર્ગો પર ટેસ્ટિંગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન