આધાર કાર્ડની મહત્ત્વની વાતો - Sandesh
NIFTY 10,354.60 -42.85  |  SENSEX 33,730.50 +-114.36  |  USD 65.0600 +0.31
1.6M
1M
1.7M
APPS

આધાર કાર્ડની મહત્ત્વની વાતો

 | 12:24 am IST

આજે લ બેન્ક હોય કે મોબાઇલ કાર્ડ હોય, ટ્રેનની ટિકિટ બુક કરાવવાની હોય કે પ્લેનમાં સફર કરવાની હોય, આધાર કાર્ડની જરૂરિયાત દરેક જગ્યાએ પડે છે. ખાસ કરીને બેન્કમાંથી તો છાશવારે આધાર લિન્ક કરાવવાના મેસેજ આવતા હોય છે, એટલું જ નહીં મોબાઇલ નંબરનું કાર્ડ તમે વર્ષો પહેલાં લીધેલું હોય તો હવેના સમયે તે નંબર સાથે પણ તમારે તમારું આધાર કાર્ડ લિન્ક કરાવવાનું ફરજિયાત બની ગયું છે.

જો તમે ક્યાંય મુસાફરી કરતા હોય તો તમારી પાસે કદાચ બીજા ડોક્યુમેન્ટ્સ કોઇ કારણોસર ન હોય અને માત્ર આધારકાર્ડ હોય તો તે કાર્ડ મુસાફરીમાં જ્યાં જ્યાં પણ જરૂર પડે ત્યાં તમે બતાવશો તો તમને ક્યાંય તકલીફ નહીં થાય, બીજા ઓળખપત્ર નહીં હોય તો પણ ચાલશે.

આજના સમયમાં નાનામાં નાનો વ્યક્તિ પણ આધાર કાર્ડનું મહત્ત્વ સમજતો થયો છે, અને તે કોઇપણ રીતે પોતાનું આધારકાર્ડ બનાવડાવી લેતો હોય છે. હાલના સમયે આટલું મહત્ત્વનું બનેલું આધાર કાર્ડ શું છે? તેને સરકારે કેમ આટલું મહત્ત્વનું બનાવી દીધું છે? આધાર કાર્ડમાં શું હોય છે? અને તે કઇ કઇ જગ્યાએ ઉપયોગમાં આવે છે તે ઉપર એક નજર કરીએ.

આધાર કાર્ડ શું છે?

આધાર કાર્ડ એ ભારત સરકાર દ્વારા ભારતના નાગરિકોને આપવામાં આવતું વિશેષ ઓળખપત્ર છે. આધાર કાર્ડમાં બાર અંકની વિશિષ્ટ સંખ્યા છે જે ભારતીય વિશિષ્ટ ઓળખાણ પ્રાધીકરણ રજૂ કરે છે. મતલબ કે તમે ભારત દેશના કેટલા નંબરના નાગરિક છો, વળી તેમાં તમારી દસેય આંગળીની છાપ અને કીકીની છાપ પણ નોંધી લેવામાં આવે છે.

ભારતીય પોસ્ટ દ્વારા મળેલું આધાર કાર્ડ તેમજ યુ.આઇ.ડી.ઇ.આઇ.ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરેલું ઇ.આધાર કાર્ડ બંને સમાનરૂપે માન્ય છે. કોઇપણ વ્યક્તિ કે જે ભારતીય હોય તે આધાર કાર્ડ માટે અપ્લાય કરી શકે છે. જે તે વ્યક્તિ તેના નામ પર માત્ર એક આધાર કાર્ડ મેળવી શકે છે. આધાર કાર્ડ તમારું આગવું ઓળખપત્ર છે.

આધારનો આઇડિયા

આધાર કાર્ડનો આઇડિયા ૧૯૯૯માં આવ્યો હતો, ૧૯૯૯ના કારગીલ યુદ્ધ સમયે ભારતના નાગરિકની સલામતી માટે યુ.આઇ.ડી.એ.આઇ. દ્વારા આપવાનો વિચાર સરકાર સમક્ષ મૂક્યો હતો. જ્યારે આ આખો પ્રોજેક્ટ ૨૦૧૦માં શરૂ થયો હતો. તે સમયે પહેલું યુનિક આઇડીવાળું કાર્ડ મહારાષ્ટ્રના તેંબલી ગામે બન્યંુ હતું.

આધાર કાર્ડના લાભ

આધાર કાર્ડ દરેક વ્યક્તિની જીવનભરની ઓળખ છે. આધાર કાર્ડ અને તેની અંદર રહેલી બાર અંકની સંખ્યાથી તમને બેન્કિંગ, મોબાઇલ ફોન કનેક્શન તેમજ દરેક સરકારી સુવિધાઓ પ્રાપ્ત કરવાનો લાભ મળે છે.

આધાર કાર્ડની જરૂરિયાત

આધાર કાર્ડ દરેક વસ્તુ માટે જરૂરી છે. વ્યક્તિની ઓળખ માટે દરેક જગ્યાએ આધાર કાર્ડની માંગ થતી હોય છે, ત્યારે આધાર કાર્ડ હાલના સમયે ખૂબ મહત્ત્વનું ગણવામાં આવે છે. સરકાર પણ હાલના સમયે તમામ જગ્યાએ આધાર કાર્ડને ફરજિયાત બનાવી રહી છે, તેથી જો આધાર કાર્ડ નહીં હોય તો મુશ્કેલી થઇ શકે છે.

આધાર કાર્ડના ઉપયોગ

પાસપોર્ટ બનાવવા માટે મહત્ત્વનું છે.

જનધન ખાતુ ખોલવા માટે ઉપયોગી છે.

ટ્રેન ટિકિટ માટે જરૂરી છે.

બાળકોને સ્કૂલમાં પ્રવેશ માટે જરૂરી છે.

પ્રોવિડન્ટ ફંડ માટે જરૂરી છે.

શિષ્યવૃત્તિ માટે આધાર કાર્ડ જરૂરી છે.

સીમ કાર્ડ ખરીદવા માટે પણ જરૂરી છે.

ભારતની માફક બીજા ક્યાં દેશમાં આધાર કાર્ડ જરૂરી છે?

આખી દુનિયામાં લગભગ ૧૦૦ જેટલાં એવાં દેશ છે જેમાં આધાર કાર્ડ જેવા જ ઓળખપત્રોની જરૂર પડે છે. જેમ કે મલેશિયામાં આધાર કાર્ડ જેવું માય કાર્ડ બનાવડાવામાં આવે છે, મલેશિયામાં તો આ માય કાર્ડ એટીએમ કાર્ડ તરીકે પણ વપરાય છે.