Support India's objectives on Repealing Article 370 On Kashmir : US
  • Home
  • Featured
  • અમેરિકાએ ફરી કલમ 370ને લઇ આપ્યું નિવેદન કહ્યું- ભારતના નિર્ણયનું સમર્થન, પરંતુ…

અમેરિકાએ ફરી કલમ 370ને લઇ આપ્યું નિવેદન કહ્યું- ભારતના નિર્ણયનું સમર્થન, પરંતુ…

 | 9:30 am IST

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાના બે મહિનાથી વધુ સમય થઇ ગયો છે. પાકિસ્તાન દ્વારા આ મુદ્દાને સતત દુનિયાના કેટલાંય મંચ પર ઉઠાવાયો છે, પરંતુ આ મુદ્દાને ભારતની વિરૂદ્ધ ઉઠાવામાં નિષ્ફળ રહ્યું છે. હવે અમેરિકાએ ફરી એક વખત કલમ 370 પર ભારતનું સમર્થન કર્યું છે, ટ્રમ્પ પ્રશાસનની તરફથી કહ્યું છે કે ભારત દ્વારા જમ્મુ-કાશ્મીર પર જે નિર્ણય કરાયો છે તે તેનું સમર્થન કરે છે. જો કે અમેરિકાની તરફથી જમ્મુ-કાશ્મીર પર લગાવેલ પ્રતિબંધો પર ચિંતા વ્યકત કરી છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયના દક્ષિણ એશિયા ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ સેક્રેટરી એલિસ વેલ્સની તરફતી કહ્યું છે કે ભારતે તેની પાછળ તર્ક આપ્યો છે કે આનાથી જમ્મુ-કાશ્મીરમાં વિકાસની રફતાર વધશે, સાથો સાથ કેટલાંય કાયદાઓને લાગૂ કરી શકાશે.

એલિસ વેલ્સે કહ્યું કે અમે ભારતના તર્કોનું સમ્માન કરીએ છીએ અને નિર્ણયનું સમર્થન કરીએ છીએ. અમેરિકા આ સ્થિતિ પર નજર બનાવીને બેઠુ છે. જો કે અમારી એ પણ આશા છે કે અત્યારે જે પર પ્રતિબંધો મૂકયા છે તે ટૂંક સમયમાં જ ખત્મ થશે. તેમણે કહ્યું કે ભારતે તમામ નિર્ણય માનવાધિકારના આધાર પર લેવા જોઇએ, ટૂંક સમયમાં જ ઇન્ટરનેટ અને ફોન સુવિધાને શરૂ કરવી જોઇએ.

આપને જણાવી દઇએ કે 5મી ઑગસ્ટના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને પંગુ કરવાનું કામ કર્યુ હતુ, સાથો સાથ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ-અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા હતા. ત્યારબાદથી જ આ વિષયની દુનિયાભરમાં ચર્ચા છે.

મોદી સરકારની તરફથી જ્યારથી આ નિર્ણય લેવાયો છે ત્યારથી પાકિસ્તાનને ખૂબ મુશ્કેલી પડી છે. પાકિસ્તાન સતત આ મુદ્દાને દુનિયાની સામે ઉઠાવી રહ્યું છે. પરંતુ મોટાભાગના દેશોએ આ મુદ્દા પર ભારતના નિર્ણયનું સમર્થન કર્યું છે અને તેને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો છે. પાકિસ્તાનની તરફથી કાશ્મીરના મુદ્દા પર પોતાના દેશમાં કેટલાંય પ્રકારના પ્રદર્શન પણ કર્યા હતા.

આ વીડિયો પણ જુઓ – થરાદ પેટાચૂંટણીમાં સાંસદ પરબત પટેલનો વીડિયો વાયરલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન