Gujarat: support of pm Narendra modi security guards of surat
  • Home
  • Gujarat
  • PM મોદીના સમર્થનમાં આવ્યા સુરતના સિક્યોરિટી ગાર્ડ્સ, વર્ધી ઉતારી પહેર્યાં ખાસ ટી-શર્ટ

PM મોદીના સમર્થનમાં આવ્યા સુરતના સિક્યોરિટી ગાર્ડ્સ, વર્ધી ઉતારી પહેર્યાં ખાસ ટી-શર્ટ

 | 5:06 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019ના લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ચોકીદારનો નારો લગાવ્યો છે. પીએમના આ નારાને દેશભરના ભારતીય જનતા પાર્ટીના લોકોએ અપનાવી લીધો છે. બીજી બાજુ સામાન્ય જનતા પણ પીએમના આ નારાથી ખુબ જ પ્રભાવિત છે. જેને જોતા સુરતમાં પણ ચોકીદારની ટીશર્ટ બનાવવામાં આવી છે, જેને ત્યાંના લોકો હાથોહાથ ખરિદી રહ્યા છે. અહિંયાના લોકો આ ટી-શર્ટ દ્વારા પીએમ પ્રત્યે પોતાનું સમર્થન જાહેર કરી રહ્યા છે. યુવાનો સાથે આ ટી-શર્ટને લોકલ સિક્યોરિટી ગાર્ડ પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે.

ગુજરાતના સૂરત શહેરમાં સિક્યોરિટી ગાર્ડસ પોતાની અસલ વર્ધીને ત્યાગી પીએમના સમર્થનવાળી ટી-શર્ટ પહેરી રહ્યા છે. સિક્ટોરિટી ગાર્ડસ આ ટી-શર્ટ પહેરી ચોકીદાર બની ગયા છે. આ સિક્યોરિટી ગાર્ડસે જે ટી-શર્ટ પહેરી છે તેમા પણ ચોકીદાર લખાયેલ છે. સૂરતના ચોકીદાર આ ટી-શર્ટને પહેરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થનમાં ઉતરી આવ્યા છે. કારણ કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત પોતાના ભાષણોમાં ‘ચોકાદાર ચોર’ બોલી પ્રત્યક્ષ રૂપે પીએમ પર પ્રહાર કરે છે.

આવામાં સૂરતના આ ચોકીદાર પીએમ નરેન્દ્ર મોદીના સમર્થનમાં ઉતરી આવ્યા છે અને હું પણ ચોકીદારનું સ્લોગન લખી પીએમ મોદીનું સમર્થન કરી રહ્યા છે. આ સિક્યોરિટી ગાર્ડસનું કહેવું છે કે, રાહુલ ગાંધીએ ચોકીદારને ચોર કહી ન માત્ર પીએમનું પરંતુ તેમનું પણ અપમાન કર્યું છે. ત્યાં જ જેવી રીતે પીએમ નરેન્દ્ર મોદીએ ‘હું પણ ચોકીદાર’નો નારો આપ્યો છે. તેનાથી ક્યાંકને ક્યાંક કોંગ્રેસ બેકફુટ પર આવી ગઇ છે. સૂરતમાં ન માત્ર સિક્યોરિટી ગાર્ડ હું પણ ચોકીદારની વર્ધીમાં નજર આવ્યા પોતે ભાજપા વિધાયક પણ ‘હું પણ ચોકીદાર’ની ટી-શર્ટમાં નજર આવ્યા.

સૂરતમાં મજૂરા વિધાનસભા ક્ષેત્રથી ભાજપા ધારાસભ્ય ગર્ષ સંઘવીનું કહેવું છે કે, દેશભરના યુવાનો મહિલાઓ અને ચોકીદારોએ પીએમનું સમર્થન કર્યું છે. કોંગ્રેસે રાજનૈતિક ફાયદો લેવા માટે ચોકીદાર ચોરનો સહારો લીધો હતો. તમને જણાવી દઇએ કે, 2014ના લોકસભા ચૂંટણીમાં ચાય પર ચર્ચા ખુબ જ ચર્ચામાં રહી હતી. ત્યાં જ 2019ના લોકસભા ચૂંટણીમાં ચાય પર ચર્ચાનાં સ્થાને ‘હું પણ ચોકાદાર’એ લઇ લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન