Supreme Court asked Sanjay Nirupam Why are You going to TV Debates
  • Home
  • Featured
  • સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ પ્રવક્તાને ખખડાવ્યા, કહ્યું- TV ડિબેટમાં જાવ છો જ કેમ જો…

સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ પ્રવક્તાને ખખડાવ્યા, કહ્યું- TV ડિબેટમાં જાવ છો જ કેમ જો…

 | 9:00 pm IST

ટીવી ચેટ શો દરમિયાન ટીવી કલાકાર અને ભાજપા નેતા સ્મૃતિ ઇરાની પર વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ વિવાદોમાં ફસાયેલ અને બદનક્ષી કેસનો સામનો કરી રહેલા સંજય નિરૂપમે હવે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. કોંગ્રેસ નેતા સંજય નિરૂપમની અરજી પર સુપ્રીમ કોર્ટે સ્મૃતિ ઇરાનીને નોટિસ ફટકારી છે અને બે સપ્તાહમાં જવાબ માંગ્યો છે.

બીજી તરફ ચીફ જસ્ટિસે સંજય નિરૂપમથી પણ સવાલ કર્યો છે કે તમે ટીવી ડિબેટ્સમાં કેમ જાઓ છો? જ્યારે ત્યાં લડાઈ થાય છે તો તમે કોર્ટ આવો છો. તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 2018માં દિલ્હી હાઈકોર્ટે સંજય નિરૂપમ સામે સ્મૃતિ ઈરાની દ્વારા નોંધાયેલ બદનક્ષી મામલાને યથાવત રાખ્યો હતો. જેના પછી કોંગ્રેસ નેતા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. દિલ્હી હાઇકોર્ટે સ્વીકાર કર્યું છે વર્ષ 2012માં કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે એક ટીવી શો દરમિયાન સ્મૃતિ ઇરાની પર અપ્રમાણિક નિવેદનો કર્યા હતા અને ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે સંજય નિરૂપમ સામે બદનક્ષી કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

શું છે સંપૂર્ણ મામલો?

વર્ષ 2012માં એક ટીવી શોમાં ડિબેટ દરમિયાન કોંગ્રેસ નેતા સંજય નિરૂપમે ભાજપા નેતા સ્મૃતિ ઇરાની પર અપ્રમાણિક નિવેદનો અને ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ સંપૂર્ણ ઘટના બાદ બન્ને નેતાઓએ એક બીજા વિરુદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો. વર્ષ 2018માં દિલ્હીની હાઈકોર્ટે માન્યું હતું કે ટીવી શો દરમિયાન સ્મૃતિ ઇરાની સામે આપેલ સંજય નિરૂપમના નિવેદનો ખૂબજ વાંધાજનક અને ખાનગી હતા. તેથી તેમના પણ બદનક્ષીનો કેસ બને છે. કોર્ટે કહ્યું કે કોંગ્રેસ નેતા સંજય નિરૂપમ પર બદનક્ષીનો કેસ ચાલતો રહેશે જ્યારે ભાજપા નેતા સ્મૃતિ ઇરાની સામે નોંધાયેલ કેસને કોર્ટે ફગાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન