supreme-court-ban diwali-delhite-bursts-crackers-despite
  • Home
  • Featured
  • દિલ્હીમાં કાયદાની ઐસી કી તૈસી, રાત્રે 10 વાગ્યા પછી પણ ફટાકડા ફુટ્યાં

દિલ્હીમાં કાયદાની ઐસી કી તૈસી, રાત્રે 10 વાગ્યા પછી પણ ફટાકડા ફુટ્યાં

 | 2:43 pm IST

સમગ્ર દેશમાં બુધવારે દિવાળીનો તહેવાર ધૂમધામથી આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. જોકે દેશની રાજધાની દિલ્હીમાં દરેક તહેવારને ધૂમધામથી જ ઉજવવામાં આવે છે. પરંતુ વધી રહેલા પ્રદુષણને પરિણામે સુપ્રીમકોર્ટે ફટાકડા ફોડવાની સમય મર્યાદા નક્કી કરી હતી. સાથે જ દિલ્હી NCRમાં ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ રાજ્યમાં સુપ્રીમકોર્ટનાં હુકમની કોઈ જ અસર જોવા મળી ન હતી.

મહત્વનું છે કે, રાજધાની દિલ્હીમાં પ્રદુષણ ભયાનક કક્ષાએ પહોંચ્યું છે. ત્યા જ દિવાળીનાં દિવસે ફટાકડા ફોડવાથી આ સ્તરમાં વધારો થાય છે. આ સમસ્યાને લઈ સુપ્રીમકોર્ટે સમગ્ર દેશમાં રાત્રીનાં 8થી10 વાગ્યા સુધીં જ ફટાકડા ફોડવાનો હુકમ ફરમાવ્યો હતો. તેમજ વધુમાં દિલ્હીમાં NCRમાં ગ્રીન ફટાકડા ફોડવાની છુટ આપવામાં આવી હતી. પરંતુ બુધવારે દિલ્હીમાં લોકોએ સાંજે 6 વાગ્યાથી જ ફટાકડા ફોડવાનાં શરુ કરી દીધા હતા, તેમજ રાત્રે 10 વાગ્યા બાદ પણ લોકો ફટાકડા ફોડતા નજરે પડ્યાં હતા.

સુપ્રીમકોર્ટે દ્વારા આ નિર્ણય રાજધાની દિલ્હીમાં પ્રસરી રહેલા પ્રદુષણનાં સ્તરને લઈને લેવામાં આવ્યો હતો. જેનું પાલન કરાવવાની સંપૂર્ણ જવાબદારી દિલ્હી પોલીસની હતી. પરંતુ કોઈ પણ જગ્યાએ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ન હતી. સાથે જ પૂર્વીય દિલ્હીમાં પણ લોકો કોર્ટનાં હુકમનો ભંગ કરી મોડી રાત્રી સુધી ફટાકડા ફોડ્તા નજરે પડ્યા હતા.

જોકે મહત્વનું છે કે, સોમવારે દિલ્હીમાં NCRમાં ખત્તરનાક પ્રદુષણનો સ્તર પ્રસરાયેલો જોવો મળ્યો હતો, જેમાં દિવાળીની ઉજવણીમાં ફોડવામાં આવેલા ફટાકડાઓથી વધારો થશે.