supreme court bharat stage bs4 vehicle selling not allow after 31 march
  • Home
  • Business
  • શું તમે નવી કાર કે બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો?, આ સમાચાર છે ખાસ તમારા માટે

શું તમે નવી કાર કે બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો?, આ સમાચાર છે ખાસ તમારા માટે

 | 5:57 pm IST

જો તમે કાર કે બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર છે ખાસ તમારા માટે. સુપ્રીમકોર્ટે એક વખત ફરી કહ્યું છે કે 31 માર્ચ 2020 પછી BS4 વાહનોનું વેચાણ નહી થાય. શુક્રવારે કોર્ટે આ વાત ઓટોમોબાઈલ ડીલર્સની અરજીને ફગાવી દીધી છે.

કહેવાનો મતલબ એ છે કે જો તમે કોઈ નવી કાર કે બાઈક ખરીદવાનું વીચારી રહ્યા છો તો BS નંબરને લઈને એલર્ટ કર્યા છે. તો કોઈ સેકન્ડ ગેન્ડ ગાડી ખરીદી રહ્યા છો તો આ માટે પણ તમારે BS એન્જીનનું ધ્યાન રાખવાનું થશે. કેમકે BS4થી BS-6 અપગ્રેડ કરાવવું પડશે. આ અપગ્રેડેશનમાં 10 હજારથી 20 હજાર રૂપિયા સુધી ખરચવાના રહેશે.

BS વાહનનો મતલબ
જ્યારે ગાડીની વાત થાય તો તેની સાથે જોડાયેલ એક નામ ‘BS’નો ઉલ્લેખ કરે છે. ‘BS’નો મતલબ છે ભારત સ્ટેજ સાથે છે. આ એક એવો માનક છે જે ભારતમાં ગાડીઓના એન્જીનથી ફેલાતા પ્રદૂષણનું માપ કરે છે.

આ માપ ભારત સરકાર નક્કી કરે છે. BSના નંબર BS-3, BS-4, BS-5,BS-6 લાગે છે. જેમ જેમ નંબર વધે તેનો મતલબ છે પર્યાવરણ માટે શ્રેષ્ઠ છે.

સરળ ભાષામાં સમજીએ તો BSની આગળ જેટલા નંબર લખેલ હોય તેટલું પ્રદુષણ ઓછુ. હાલ આગામી એપ્રીલથી BS-6 હોવું વાહન માટે ફરજીયાત કરી દેવામાં આવ્યું છે.

આ માનક ધરાવતી ગાડી ઓછુ પ્રદુષણ ફેલાવે તેવી આશા છે. આને ધ્યાનમાં રાખીને હવે ઓટો કંપનીઓ BS-6 વાળી ગાડીઓ લોન્ચ કરવા જઈ રહી છે.

આ વીડિયો જુઓ: ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની ભાજપને ધમકી 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન