અયોધ્યા વિવાદ: વકીલોના બૂમ-બરાડાથી SC નારાજ, ચીફ જસ્ટિસે લીધા આડે હાથ - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • અયોધ્યા વિવાદ: વકીલોના બૂમ-બરાડાથી SC નારાજ, ચીફ જસ્ટિસે લીધા આડે હાથ

અયોધ્યા વિવાદ: વકીલોના બૂમ-બરાડાથી SC નારાજ, ચીફ જસ્ટિસે લીધા આડે હાથ

 | 7:48 pm IST

ભારતના ચીફ જસ્ટિસે દિલ્હી સરકાર પર ચાલી રહેલા વિવાદ અને અયોધ્યા વિવાદ કેસની સુનાવણીમાં વકીલોની વર્તણૂક ઉપર નાખુશી વ્યક્ત કરી હતી. ગુરુવારે બંધારણીય પીઠના મુખ્ય જજ તરીકે સુનાવાણી કરતા જસ્ટિસ મિશ્રાએ આ બંને કેસમાં વકીલોની રીતભાત લઇને સખ્ત ટીકા ટિપ્પણી કરી છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ વકીલોને સંયમ રાખવા માટે કહ્યું હતું.

તેમણે જણાવ્યું કે જો તમે તમારી જાતને સંયમિત નહીં કરો તો અમારે સંયમિત કરવા પડશે. ઉપરાંત જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે ઊંચા અવાજમાં ચર્ચા કરવાની વર્તણૂક અંગે કોઇ પણ કિંમતે ચલાવી લેવાશે નહીં. સિનિયર વકીલો સામે નારાજગી વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક વકીલો વિચારે છે કે તેઓ ઊંચા અવાજે દલીલ કરી સકે છે. જ્યારે તેઓ એ નથી જાણતા કે આ પ્રકારની દલીલ કરવી એ દર્શાવે છે કે તેઓ સિનિયર વકીલ તરીકે સક્ષમ નથી.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું કે, દિલ્હી સરકારના કેસમાં જો વરિષ્ઠ વકીલ રાજીવ ધવનના તર્ક ખૂબ જ ઉદ્ધત અને અશોભનીય હતા, તો અયોધ્યા વિવાદમાં કેટલાક સિનિયર વકીલોના ટોન પણ ખરાબ હતો. આ બંને કેસમાં વકીલોના બેકાર અને ઉદ્ધત તર્કો અંગે જેટલું કહેવાય એટલું ઓછું છે. કોર્ટે વકીલોની દલીલ શૈલીની કરેલી ટીકા સુપ્રીમ કોર્ટના વકીલોની દલીલની શૈલી અને વલણની ટીકા કરી હતી. કોર્ટે કહ્યું કે અયોધ્યા જમીન વિવાદ અને દિલ્હી સરકારની કેન્દ્રની વિરુદ્ધના કેસમાં કેટલાક સિનિયર વકીલોએ ખરાબ વર્તણૂક કરી હતી.