Supreme Court frames Guidelines on Death Sentence Appeal after Nirbhaya Case
  • Home
  • Featured
  • હવે દુષ્કર્મના દોષિતોની ખેર નથી, સુપ્રીમ કોર્ટે મોતની સજા પર જાહેર કરી નવી ગાઈડ લાઈન્સ

હવે દુષ્કર્મના દોષિતોની ખેર નથી, સુપ્રીમ કોર્ટે મોતની સજા પર જાહેર કરી નવી ગાઈડ લાઈન્સ

 | 10:30 pm IST

નિર્ભયાના દોષિતો કાયદાની ખામીઓનો ફાયદો ઉઠાવીને ફાંસીની સજા સતત ટાળવાની કોશિશ કરી રહ્યાં છે. વિલંબ અને દોષિયો દ્વારા અજમાવવામાં આવી રહેલા યુક્તિઓ વચ્ચે સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા માટે ગાઇડલાઇન નક્કી કરી છે. આ મામલાને લઈને કેન્દ્ર સરકાર કોર્ટમાં ગઈ હતી. જેમાં માંગણી કરી હતી કે સજા આપવા માટે એક ગાઇડલાઇન બનાવવામાં આવે. હવે સુપ્રીમ કોર્ટે ગાઇડલાઇન જાહેર કરી છે.

સુપ્રીમ કોર્ટની નવી ગાઈડલાઈન પ્રમાણે જો હાઇકોર્ટ કોઈને મોતની સજા આપવાની પૃષ્ટિ કરે છે અને સુપ્રીમ કોર્ટ તેની અપીલ પર સુનાવણીની સહમતિ બતાવે છે તો 6 મહિનાની અંદર મામલાને ત્રણ જજોની પીઠમાં સુનાવણી માટે સુચીબદ્ધ કરવામાં આવશે. પછી ભલે અપીલ તૈયાર હોય કે ના હોય.

ત્યારબાદ સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી આ અંગે ફાંસીની સજા સંભળાવનારી કોર્ટને તેની સૂચના આપશે અને 60 દિવસની અંદર કેસ સંબંધિત તમામ રેકોર્ડ સુપ્રીમ કોર્ટ મોકલવામાં આવશે અથવા તો જે સમય કોર્ટ નક્કી કરે.

સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય નિર્ભયાના દોષિતોની ફાંસીમાં થઈ રહેલા વિલંબને જોડીને જોઈ શકાય છે. દિલ્હી હાઈકોર્ટે નિર્ભયાના દોષિતોની ફાંસીની સજા પર 13 માર્ચ 2014ના રોજ મહોર લગાવી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટમાં અપીલ પર સુનાવણી અને ચુકાદો આવવામાં લગભગ 5 વર્ષ લાગ્યાં હતાં.

આ વીડિયો પણ જુઓ : નિર્ભયા રેપ કેસ અંગે કેન્દ્ગ સરકારની અરજી પર SCમાં સુનાવણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન