અડધી રાત્રે ખુલી સુપ્રીમ કોર્ટ, કોંગ્રેસને આપ્યો જબ્બર આંચકો - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અડધી રાત્રે ખુલી સુપ્રીમ કોર્ટ, કોંગ્રેસને આપ્યો જબ્બર આંચકો

અડધી રાત્રે ખુલી સુપ્રીમ કોર્ટ, કોંગ્રેસને આપ્યો જબ્બર આંચકો

 | 8:58 am IST

સુપ્રીમ કોર્ટે આખરે કર્ણાટક ભાજપને મોટી રાહત આપી છે અને યેદિયુરપ્પાના શપથ ગ્રહણ પર રોક લગાવવાની કોંગ્રેસની માંગણીને માનવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. કોંગ્રેસે અડધી રાત્રે સુપ્રીમ કોર્ટના દરવાજા ખોલાવ્યા હતાં. આ મામલે રાત્રે 1:45 વાગ્યે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી અને યેદિયુરપ્પાના શપથ ગ્રહણ પર મંજુરીની મહોર મારી દીધી હતી. જોકે અદાલતે બંને રાજકીય પક્ષોને સમર્થક ધારાસભ્યોની યાદી આપવા કહ્યું છે. સાથે જ રાજ્યપાલને આપવામાં આવેલો સમર્થન પત્ર પણ માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી આવતી કાલે શુક્રવારે સવારે 10:30 વાગ્યે થશે.

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ સૌથી મોટી પાર્ટી એવી ભાજપને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું. ભાજપના કર્ણાટકના મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેદિયુરપ્પા આજે સવારે ગુરૂવારે 9 : 00 વાગ્યે શપથ ગ્રહણ કરવા જઈ રહ્યાં છે. જેને લઈને કોંગ્રેસ અને જેડીએસ તરફથી યેદિયુરાપ્પાના શપથ ગ્રહણ પર રોક લગાવવા અડધી રાત્રે સુપ્રીમ કોર્ટમાં ધા નાખવામાં આવી હતી. કોંગ્રેસ-જેડીએસની માંગણીને સુપ્રીમ કોર્ટે ફવાગી દીધી હતી. સાથે જ સુપ્રીમ કોર્ટે આજે સવારે 10:30 વાગ્યે બંને પક્ષોને પોત-પોતાના ધારાસભ્યોની યાદી સોંપવા કહ્યું છે.

1993ના મુંબઈ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના દોષિત યાકૂબ મેમણના મામલે અડધી રાત્રે સુપ્રીમ કોર્ટ ખોલાવવામાં આવ્યા બાદ આ બીજો બનાવ બન્યો છે જ્યારે અદાલત સમક્ષ અડધી રાત્રે હાઈ પ્રોફાઈલ રાજનૈતિક ડ્રામેબાજી જોવા મળી હોય. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ બીએસ યેદિયુરપ્પાને મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરવાના નિર્ણય વિરૂદ્ધ કોંગ્રેસ-જેડીએસએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. અદાલતે આ મામલે અરજી સ્વિકારી હતી અને રાત્રે 1:45 વાગ્યે ત્રણ જજોની બેંચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી.

જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ સીકરી અને જસ્ટિસ બોબડેની બેંચે સુનાવણી હાથ ધરી હતી. આ મામલે કેન્દ્ર સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતા, ભાજપ તરફથી ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી અને કોંગ્રેસ તરફથી અભિષેક મનુ સિંઘવી કોર્ટ સમક્ષ હાજર રહ્યાં હતાં. કોર્ટે રાજ્યપાલ વજુભાઈ વાળાના નિર્ણય પર રોક લગાવવાનો ઈનકાર કરતા કહ્યું હતું કે, શપથ ગ્રહણ પર રોક ના લગાવી શકાય. જોકે કોર્ટે કહ્યું હતું કે, વિશ્વાસમત સાબિત કરવા માટે આપવામાં આવેલા 15 દિવસના સમય પર સુનાવણી થઈ શકે છે.

જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ સીકરી અને જસ્ટિસ બોબડેની બેંચે કહ્યું હતું કે, શપથ ગ્રહણ સમારોહ પર રોક ના લગાવી શકાય. જેના પર કોંગ્રેસ તરફથી હાજર રહેલા અભિષેક મનુ સિંઘવીએ માંગણી કરી હતી કે, શપથ ગ્રહણ સમારોહને 4:30 વાગ્યા સુધી ટાળી દેવામાં આવે. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની આ માંગણી પણ ફગાવી દીધી હતી.