કઠુઆ રેપકાંડ : કેસ ટ્રાંસફરને મામલે સુપ્રીમે J&K સરકાર પાસેથી જવાબ માંગ્યો - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કઠુઆ રેપકાંડ : કેસ ટ્રાંસફરને મામલે સુપ્રીમે J&K સરકાર પાસેથી જવાબ માંગ્યો

કઠુઆ રેપકાંડ : કેસ ટ્રાંસફરને મામલે સુપ્રીમે J&K સરકાર પાસેથી જવાબ માંગ્યો

 | 3:57 pm IST

દેશનો બહુચર્ચિત કઠુઆ ગેંગરેપ મામલે પીડિત પરિવારે કેસની રાજ્યની બહાર ટ્રાન્સફર કરવા માટે સુપ્રિમ કોર્ટનો રસ્તો અપનાવ્યો છે. પીડિત પરિવાર આ મામલાની સુનવણી ચંદીગઢ ટ્રાન્સફર કરવા માગે છે. સુપ્રિમ કોર્ટમાં આ મામલે બપોર બાદ કેસની સુનવણી ચાલી હતી. જેમાં સુપ્રિ કોર્ટે જમ્મુ એન્ડ કાશ્મીરની સરકારને નોટિસ ઈશ્યુ કરી છે અને પીડિત બાળકીના પિતાની અરજી પર જવાબ માંગ્યો છે. આ મામલે આગળની સુનવણી 27 એપ્રિલના રોજ થશે.

સુનવણીમાં પીડિત પરિવારના વકીલે સુપ્રિમ કોર્ટમાં કહ્યું કે, તેમને પોલીસની તપાસ પર ભરોસો છે અને તેઓ તેની સીબીઆઈ તપાસ નથી ઈચ્છતા. જોકે, વકીલે કહ્યું કે, આ કેસની સુનવણી કઠુઆને બદલે ચંદીગઢમા થાય. કેમ કે, જો કેસ કઠુઆમાં ચાલ્યો તો ન્યાય નહિ મળે, અને અમે ઈચ્છીએ છીએ કે સુપ્રિમ કોર્ટ કેસને મોનિટરિંગ કરે. તો સુપ્રિમ કોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, પીડિત પરિવાર અને તેમના વકીલને સુરક્ષા આપવામાં આવે.

આ ઉપરાંત પીડિત પરિવારે અરજીમાં કહ્યું કે, આ મામલે પોલીસે અત્યાર સુધી સારુ જ કામ કર્યુ છે, અને અમને પોલીસની તપાસ પર પૂરતો ભરોસો છે. પરંતુ પીડિત પરિવાર અને પીડિતના વકીલને સુરક્ષા આપવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, પીડિત પરિવારે કેસની રાજ્યની બહાર ટ્રાન્સફર કરવા માટે સુપ્રિમ કોર્ટનો રસ્તો અપનાવ્યો છે. પીડિત પરિવાર આ મામલાની સુનવણી ચંદીગઢ ટ્રાન્સફર કરવા માગે છે. સુપ્રિમ કોર્ટ આજે બપોરે આ અરજી પર સુનવણી કરશે. પીડિત પક્ષની મહિલા વકીલ દીપિકા રાજાવતે કહ્યું કે, આ કેસમાં રાજકીય દખલગીરી થઈ શકે છે. તાજેતરમાં જ આરોપીઓના પક્ષમાં થયેલા પ્રદર્શનથી બહુ જ ચિંતિત છે. તેથી આ મામલાની સુનવણી બીજા રાજ્યમાં થવી જોઈએ. આ મામલે આજે સીજેએમ કોર્ટમાં સુનવણી થવાની હતી, પરંતુ કોર્ટે હવે 28 એપ્રિલની તારીખ આપી છે.

8 આરોપી છે
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે ગેંગરેપ અને હત્યાના મામલે આજથી કોર્ટમાં સુનવણી શરૂ થશે. આ સુનવણી 8 આરોપીઓની વિરુદ્ધમાં કરવામાં આવશે. જેમના પર બાળકીને જાન્યુઆરી મહિનામાં એક સપ્તાહ સુધી એક મંદિરમાં બંધક બનાવીને તેની ગેંગરેપ તથા હત્યા કરવાનો આરોપ છે.

આરોપીઓમાં એક સગીર પણ સામેલ છે, જેની સામે અલગ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, કઠુઆના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ એક ચાર્જશીટ સુનવણી માટે સત્ર અદાલત મોકલશે. જેમાં સાત આરોપીના નામ છે. જ્યારે સગીર આરોપીની વિરુદ્ધ મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ સુનવણી કરશે. જમ્મુ-કાશ્મીર સરકારે આ સંવેદનશીલ મામલે સુનવણી માટે બે વિશેષ વકીલોની પણ નિયુક્તિ કરી છે. તે બંને શીખ છે.

ચાર્જશીટમાં બકરવાલ સમુદાયની બાળકીનું અપહરણ, બળાત્કાર અને હત્યાનું સુનિયોજિત ષડયંત્રનો હિસ્સો બતાવવામાં આવ્યો છે, જેથી આ અલ્પસંખ્યક સમુદાયને તે વિસ્તારમાંથી હટાવવામાં આવે. કઠુઆના એક નાનકડા ગામના એક મંદિરની દેખરેખ કરનારા શખ્સે આ સમગ્ર ષડયંત્રને ઘડ્યું હતું. જેનું નામ સાંજી રામ છે. સાંજી રામ પર વિશેષ પોલીસ અધિકારી દીપક ખજુરિયા અને સુરેન્દ્ર વર્માની સાથે મળીને દર્દનાક ઘટનાને અંજામ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ કેસના તમામ 8 આરોપીઓને ધરપકડ કરી લેવાઈ છે.