Supreme court issued notice to whatsapp IT and finance minister asking why a grievance officer not appointed
  • Home
  • India
  • SCએ Whatsappની કરી ઝાટકણી, શા માટે હજી સુધી અધિકારની નિમણુંક નથી થઈ ?

SCએ Whatsappની કરી ઝાટકણી, શા માટે હજી સુધી અધિકારની નિમણુંક નથી થઈ ?

 | 4:27 pm IST

વોટ્સએપ માટે ભારતમાં મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઇ રહ્યું, અગાઉ કેન્દ્ર સરકાર તરફતી ફટકાર મળી હતી ત્યાર બાદ હવે સુપ્રીમ કોર્ટે પાસે જવાબ માંગ્યો છે. આ નોટિસમાં સુપ્રીમ કોર્ટે વોટ્સએપ, આઈટી અને નાણમંત્રાલય પાસે જવાબ માંગ્યો છે કે, શા માટે વોટ્સએપે ભારતમાં હજી સુધી ફરિયાદ અધિકારીની નિમણુંક કરી નથી. સુપ્રીમ કોર્ટે 4 અઠવાડિયામાં આ મામલે ખુલાસો માંગ્યો છે.

જસ્ટિર આર.એફ. નરીમાન અને જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાના વડપણ હેઠળની પીઠે સોમવારે ‘સેન્ટર ફોર અકાઉન્ટેલિબીટી એન્ડ સિસ્ટમેટિક ચેન્જ’ સંગઠનની અરજી પર સુનાવણી કરીને આ આદેશ જાહેર કર્યો છે. હકીકતમાં અરજીમાં કેન્દ્ર સરકારને એવો નિર્દેશ આપવાનું કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી વોટ્સએપ રિઝર્વ બેંકના તમામ નિયમોનું પૂર્ણપણે પાલન કરે ત્યાં સુધી એની પેમેન્ટ સર્વિસ રોકી દેવામાં આવે. આ અરજી ‘સેન્ટર ફોર અકાઉન્ટેલિબીટી એન્ડ સિસ્ટમેટિક ચેન્જ’ સંગઠને દાખલ કરી છે.

સંગઠનનું કહેવું છે કેઆ મેસેન્જર કંપની ભારતના અનેક કાયદાઓનું પાલન નથી કરતી. સંગઠન દ્વારા અરજીમાં કહેવામાં આવ્યું છે કે બેંક ખાતું ખોલવા માટે ગ્રાહકે KYC નિયમોની સાથે રિઝર્વ બેંકના અનેક કાયદાઓનું પાલન કરવું પડે છે. જોકે વોટ્સએપ એક વિદેશી કંપની છે જેનું ભારતમાં કોઈ સર્વર કે ઓફિસ નથી.

આ સંજોગોમાં વોટ્સએપે ભારતમાં પેમેન્ટ સર્વિસ શરૂ કરવા માટે અહીં ઓફિસ ખોલવી પડશે. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વોટ્સએપે ભારતમાં એક કમ્પ્લેઇન ઓફિસરની પણ નિયુક્તિ કરવી પડશે જેને ગ્રાહક પોતાની સમસ્યા જણાવી શકે. વોટ્સએપના ભારતમાં 20 કરોડથી વધારે યુઝર છે અને વોટ્સએપ પેમેન્ટ સર્વિસનો 10 લાખ જેટલા લોકો ઉપયોગ કરી રહ્યા છે.