વિજય માલ્યાને તગડો ઝટકો, સુપ્રીમકોર્ટે હવે EDને આપ્યો નવો આદેશ - Sandesh
  • Home
  • Business
  • વિજય માલ્યાને તગડો ઝટકો, સુપ્રીમકોર્ટે હવે EDને આપ્યો નવો આદેશ

વિજય માલ્યાને તગડો ઝટકો, સુપ્રીમકોર્ટે હવે EDને આપ્યો નવો આદેશ

 | 3:46 pm IST

ભાગેડું દારૂના વેપારી વિજય માલ્યાને ઝાટકા પર ઝાટકો મળી રહ્યો છે. આ વખતે સુપ્રીમ કોર્ટે તેને વધુ એક ઝટકો આપતા તેના વિરૂદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની કાર્યવાહી પર રોક લગાવવાથી ઇન્કાર કરી દીધો છે. હાલમાં બ્રિટેનમાં રહેતા માલ્યાએ પોતાના વકીલ દ્વારા ભારતના સુપ્રીમકોર્ટમાં ઇડીની કાર્યવાહી પર રોક લગાવવાની અરજી દાખલ કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે નકારી ખાઢી છે.

ખરેખર, ઇડીએ વિજય માલ્યાને ભાગેડું આર્થિક અપરાધી ઘોષિત કરી તેની સંપત્તિઓ જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. માલ્યાએ આ પ્રક્રિયા પર રોક લગાવવાની માંગને લઇ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે માલ્યાને રાહત આપવાના સ્થાને ઇડીને જ નોટિસ પાઠવી તેને પ્રક્રિયા આગળ વધારવાનો આદેશ આપ્યો છે.

નોંધનીય છે કે, વિભિન્ન બેંકોના 9 હજાર કરોડજ રૂપિયાની લોન લઇ વિજય માલ્યાએ દેશ છોડી દીધો. ભારત સરકાર તેને લંડનથી દેશ પરત લાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. બ્રિટેનનાં સખત પ્રત્યાર્પણ કાયદા અંતર્ગત લંડન કોર્ટમાં ભારત સરકારની અરજી પર સુનાવણી ચાલી રહી છે. જ્યાં માલ્યાએ ભારતની જેલોની ખામીઓનું બહાનું બતાવી પ્રત્યાર્પણથી બચવાની કોશિશ કરી છે. જોકે, ભારત સરકારે લંડનની કોર્ટને મુંબઇ સ્થિત મુંબઇની આર્થર રોડ જેલની વીડિયો ફુટેજ મોકલી હતી, જેને જોયા બાદ કોર્ટે જેલની વ્યવસ્થાને યોગ્ય ઠેરવી હતી. આ જ કારણ છે કે, વિજય માલ્યાને ભારત પ્રત્યાર્પણનો ડર સતાવી રહ્યો છે.

બીજી બાજુ, ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરનો દલાલ ક્રિશ્ચિયન મિશેલને દુબઇથી ભારત લાવી ચૂકાયો છે. જેના કારણે માલ્યાનો ડર વધી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન