સુપ્રીમ કોર્ટ જજ મામલો : તો આ છે સમગ્ર વિવાદના મુખ્ય કારણો!!! - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • સુપ્રીમ કોર્ટ જજ મામલો : તો આ છે સમગ્ર વિવાદના મુખ્ય કારણો!!!

સુપ્રીમ કોર્ટ જજ મામલો : તો આ છે સમગ્ર વિવાદના મુખ્ય કારણો!!!

 | 12:08 am IST

સુપ્રીમ કોર્ટના 4 જજોએ જે મુદ્દાઓને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી હતી, તેમાંનો એક કેસોની ફાળવણીને લઈને રહેલો રોસ્ટર વિવાદ છે. સિદ્ધાંત છે કે ચીફ જસ્ટિસ કામની વહેંચણી કરવાના સર્વેસર્વા છે અને તેમને રોસ્ટર નક્કી કરવાનો વિશેષાધિકાર છે. પરંતુ આ વિશેષાધિકાર અંતર્ગત ચીફ જસ્ટિસની અન્ય જજો પર ન તો લીગલ કે ન તો સુપરવાઈઝરી ઓથોરીટી છે. ન્યાયશાસ્ત્રનો સિદ્ધાંત છે કે ચીફ જસ્ટિસ પ્રથમ હોવા છતાંયે તે અન્ય જજોની સમાન જ હોય છે. ન તો તેનાથી વધારે કે ન તો ઓછા. ચીફ જસ્ટિસ રોસ્ટર નક્કી કરતા બેંચની સ્ટ્રેંથ પણ નક્કી કરે છે. જજોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી કડકાઈ આ નિયમોનું પાલન નથી થતું. જેથી સંસ્થાની શાખ શંકાના ઘેરામાં આવે છે. આવા અનેક કેસો છે જેનાથી દેશ પર લાંબાગાળાની અસર થાય છે. આ પ્રકારના કેસોને ચીફ જસ્ટિસે પોતાની પસંદગીની કોર્ટ પાસે મોકલ્યા, જેનો કોઈ જ તાર્કિક આધાર ન હતો. જજ લોયા અને મેડિકલ કોલેજ સ્કેમ સંબંધીત કેસમાં પણ આમ જ કરવામાં આવ્યું હતું.

રોસ્ટર વિવાદ

રોસ્ટર નક્કી કરવા બાબતે કહેવામાં આવ્યું હતું કે દેશ અને સંસ્થા (સુપ્રીમ કોર્ટ) માટે લાંબાગાળાના નિર્ણય ધરાવતા કેસો ચીફ જસ્ટિસે કોઈ પણ પ્રકારના તાર્કિક આધાર વગર પોતાની મનપસંદ બેંચોને ફાળવ્યા. આ સંબંધે 27 ઓક્ટોબર 2017ના રોજ આર પી લૂથરા વિરૂદ્ધ કેન્દ્રનો કેસ એક ઉદાહરણ છે. જેમાં બીજી જ બેંચે આદેશ આપ્યો હતો.

જજોએ કહ્યું હતું કે જો એમઓપી પર આ અદાલતની બંધારણીય બેંચે નિર્ણય સંભળાવવાનો હતો તો એ સમઝવું મુશ્કેલ છે કે કોઈ અન્ય બેંચ કઈ રીતે આ કેસની સુનાવણી કરી શકે. બેંચના નિર્ણય બાદ કોલેજીયમના 5 ન્યાયાધિશોએ ચર્ચા કરી અને એમઓપીને ફાઈનલ કરી તત્કાલીન ચીફ જસ્ટિસે માર્ચ 2017માં ભારત સરકારને મોકલ્યો. ભારત સરકારે પત્રનો જવાબ નથી આપ્યો. આ સ્થિતિમાં માની લેવામાં આવે કે સરકાર તેને સ્વિકારી ચુકી છે. આ સ્થિતિમાં કોઈ અન્ય બેંચ તેના પર ટિપ્પણી ના કરે.

શું છે જસ્ટિસ લોયા કેસ

સોહરાબુદ્દીન શેખ એન્કાઉંટર કેસની સુનાવણી કરી રહેલા સીબીઆઈના સ્પેશિયલ જજ બીએચ લોયાનું રહસ્યમય સંજોગોમાં 1 ડિસેમ્બર, 2014 ના રોજ હ્યદય રોગના હુમલાથી નાગપુરમા નિધન થયું હતું. સુપ્રીમ કોર્ટે જજ લોયાના મોતને શુક્રવારે એક ગંભીર મુદ્દો ગણાવ્યો હતો અને કેસની સ્વતંત્ર તપાસ કરવાની માંગણી કરી રહેલી અરજી પર મહારાષ્ટ્ર સરકાર પાસે જવાબ માંગ્યો. સુનાવણી દરમિયાન ‘બોમ્બે લાયર્સ એસોસિએશન’ નું પ્રતિનિધિત્વ કરી રહેલા વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ કહ્યું હતું કે, હાઈકોર્ટ આ કેસની સુનાવણી કરી રહી છે અને સુપ્રીમ કોર્ટે અરજીઓ પર સુનાવણી ન કરવી જોઈએ. દવેએ કહ્યું હતું કે, જો સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી કરશે તો હાઈકોર્ટ માટે ગુંચવણ ઉભી થઈ શકે છે. તે દરમિયાન બેંચે જસ્ટિસ લોયા કેસની આગામી સુનાવણી 15 જાન્યુઆરીએ નિર્ધારીત કરી દીધી હતી.