Supreme Court refuse to allow auto company to sell BSIV after march 31
  • Home
  • Business
  • જો કાર-બાઈક ખરીદવાનો વિચાર છે તો થઈ જાઓ સાવધાન, આ તારીખથી બદલાઈ રહ્યા છે નિયમ

જો કાર-બાઈક ખરીદવાનો વિચાર છે તો થઈ જાઓ સાવધાન, આ તારીખથી બદલાઈ રહ્યા છે નિયમ

 | 4:16 pm IST

સુપ્રીમ કોર્ટે શુક્રવારે વાહન નિર્માતા કંપનીઓની એ માંગને ફગાવી છે, જેમાં BS-IV વાહનોને વેચવા માટે એપ્રિલ સુધીનો સમય માંગ્યો હતો. કોર્ટે ઓટોમોબાઇલ ડીલર્સ ફેડરેશનની અરજી ફગાવી દેતા કહ્યું કે 31 માર્ચ, 2020 પછી BS-IV પ્રદૂષણ માનક વાહનોનું વેચાણ નહીં થઈ શકે. આ નિર્ણય બાદ હવે ભારતમાં કોઈ પણ વાહન બનાવનારી કંપની BS-IV વાહનોનું વેચાણ નહીં કરી શકે.

આ પહેલા, સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર, 2018માં પોતાના એક નિર્ણયમાં કહ્યું હતું કે 31 માર્ચ, 2020 બાદ BS-IV માનક વાહનોનું રજિસ્ટ્રેશન અને વેચાણ પર રોક લગાવવામાં આવશે. આ આદેશ પર ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ(FADA) એ અરજી દાખલ કરી એક મહિનાનું એક્સટેન્શન માંગ્યું હતું. તેથી ઇન્વેન્ટ્રી ક્લિયર કરી શકાય. પરંતુ સુપ્રીમ કોર્ટે રાહત આપવાથી સ્પષ્ટ ઇન્કાર કર્યો છે.

આ અંગે વિશ્લેષકોનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે વાહન કંપનીઓએ BS-4 વાહનોને માર્કેટમાંથી હટાવવા પડશે. ઉપરાંત, કંપનીઓ પર પહેલાથી તૈયાર પોતાની કાર અને ગાડીઓને 31 માર્ચ પહેલા વેચવાનું દબાણ રહેશે. એવી પરિસ્થિતિઓમાં ગ્રાહકોને ભારે છૂટ મળવાની સંભાવના છે. બીજી તરફ 1 એપ્રિલથી BS-6 લાગૂ થવાના કારણે દરેક વાહનોના ભાવમાં વધારો પણ થશે. જેથી ગ્રાહકોને વાહન ખરીદવા માટે વધુ કિંમત ચૂકવવી પડી શકે છે. ઉપરાંત મીડિયા રિપોર્ટ મુજબ જો કોઈ વ્યક્તિ 31 માર્ચ સુધી પોતાનું વાહનનું કોઈ કારણસર રજિસ્ટ્રેશન ન કરાવી શકે તો તેનું વાહન નકામું થઈ શકે છે. કારણ કે, 31 માર્ચ બાદ એવા વાહનનું કોઈ પણ પરિસ્થિતિઓમાં રજિસ્ટ્રેશન નહીં થઈ શકે.

આ વીડિયો પણ જુઓ: સુરતમાં મહિલાઓની અનોખી દાંડીયાત્રા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન