Supreme Court rules: Textile, diamond industry will no longer get service refunds
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સુપ્રીમ કોર્ટનો નિર્ણય: ટેક્સ્ટાઇલ, હીરા સહિતના ઉદ્યોગને હવે સર્વિસનું રિફંડ નહીં મળે, હવે બોગસ બિલિંગ વધવાની શક્યતા

સુપ્રીમ કોર્ટનો નિર્ણય: ટેક્સ્ટાઇલ, હીરા સહિતના ઉદ્યોગને હવે સર્વિસનું રિફંડ નહીં મળે, હવે બોગસ બિલિંગ વધવાની શક્યતા

 | 8:06 am IST
  • Share

ઉદ્યોગો દ્વારા લેવામાં આવતી કોઇ પણ પ્રકારની સર્વિસનું રિફંડ નહીં આપવાનો સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો છે. તેના કારણે સૌથી વધુ નુકસાન કાપડ, હીરા અને બાંધકામ ઉદ્યોગને થવાનું છે. જ્યારે અન્ય ઉદ્યોગોને પણ ર્સિવસનું  રિફંડ બેંક ખાતામાં જમા મળતું હોવાના લીધે રોકડની સમસ્યા સર્જાતી નહોતી. જ્યારે આગામી દિવસોમાં બજારમાં રોકડની અછતની ફરી બૂમ ઊઠવાની પણ શક્યતા રહેલી છે. 

ઉદ્યોગ દ્વારા લેવામાં આવતી કોઇ પણ પ્રકારની ર્સિવસને ચોપડે બતાવવામાં આવે તો તેના માટે કરાયેલા ખર્ચ અને તે પેટે ચૂકવવામાં આવેલા જીએસટી પૈકી ઉદ્યોગકારને નિયમ પ્રમાણે ર્સિવસનું રિફંડ મળતું હોય છે. જેથી ઉદ્યોગકાર દ્વારા જીએસટી વિભાગમાં રિફંડ માટેની અરજી કરે તો તેને મંજૂરી મળ્યા બાદ ઉદ્યોગકાર અથવા તો વેપારીના ખાતામાં નાણાં જમા થઇ જતા હોય છે. જ્યારે સુપ્રીમ કોર્ટે ર્સિવસ માટે અપાતું રિફંડ નહીં આપવાનો ચુકાદો આપ્યો છે. તેના લીધે વેપારીના કરોડો રૃપિયા જામ થવાની શક્યાતા રહેલી છે. જ્યારે બજારમાં પણ રોકડની અછત સર્જાવાની વાત જાણકારો કરી રહ્યા છે.

કોઇ વેપારી કે ઉદ્યોગકાર દ્વારા જોબવર્ક કરાવવામાં આવે અથવા તો ર્સિટફિકેટ લેવામાં આવે તો તે માટે ચૂકવવામાં આવેલા ચાર્જને ચોપડા પર બતાવવામાં આવતો હતો. આ ઉપરાંત સીએ અથવા એકાઉન્ટન્ટને ચૂકવવામાં આવતી રકમને પણ ચોપડા પર બતાવી શકાતી હતી. જેથી વેપારીને આવી નાની નાની રકમ બતાવે તો પણ સારી એવી રકમનું રિફંડ પહેલા બેંક ખાતામાં જમા થતંુ હતું જ્યારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને કારણે બેંક ખાતામાં જમા થતું રિફંડ મળશે નહીં. તેના બદલે વેપારીના ઇલેક્ટ્રોનિક લેઝરમાં આ રકમ દેખાશે. તે રકમનો ઉપયોગ ફકતને ફક્ત ટેક્સ ભરપાઇ કરવા માટે જ કરી શકાશે. જેથી વેપારીના જ નાણા જોઇ તો શકશે પરંતુ વાપરી નહીં શકે.

બોગસ બિલિંગ વધવાની શક્યતા

ર્સિવસ રિફંડ નહીં આપવાનો નિર્ણય તો કરી દેવામાં આવ્યો છે, પરંતુ તેના લીધે બોગસ બિલિંગના કેસમાં પણ વધારો થવાની શકયતા રહેલી છે, કારણ કે વેપારીઓને ર્સિવસ પેટે મળતું રિફંડ બંધ થવાના લીધે હવે વેપારી ગુડ્ઝની ખરીદી કાગળ પર બતાવીને તે પેટેનું રિફંડ આપવામાં આવે છે, તેનો લાભ લેવાની શક્યતા નકારી શકાય તેમ નથી, જેથી આગામી દિવસોમાં બોગસ બિલિંગના કેસમાં વધારો થવાનું પણ જાણકારો કહી રહ્યા છે, કારણ કે વેપારીઓએ પોતાના ગજવામાંથી વધારાના નાણા ચૂકવવાના બદલે બોગસ બિલિંગ કરીને રિફંડનો લાભ લેવાના કિસ્સા પણ વધુને વધુ થવાના છે, જેથી અધિકારીઓએ પણ હવે ખૂબ જ તકેદારી રાખવી પડશે. રિફંડના નાણામાંથી તેઓ વેપારને વધારવાનું કાર્ય કરતા હતા. જ્યારે હવે તે નહીં મળવાના લીધે બજારમાં રોકડની અછત થવાની શક્યતા રહેલી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો