Supreme Court ruling is that builders cannot impose a unilateral agreement on a home buyer
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, બિલ્ડર્સ ઘર ખરીદનાર પર એકતરફી એગ્રીમેન્ટ લાદી નહીં શકે

સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, બિલ્ડર્સ ઘર ખરીદનાર પર એકતરફી એગ્રીમેન્ટ લાદી નહીં શકે

 | 7:36 am IST
  • Share

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ઘર ખરીદનાર બિલ્ડરની એકતરફી શરત માનવા બંધાયેલો નથી. એટલે કે બિલ્ડર ઘર ખરીદનારા પર તેની શરતો લાદી શકશે નહીં. સુપ્રીમ કોર્ટે ગુરુગ્રામના એક પ્રોજેક્ટના સંદર્ભમાં નોંધાયેલા એક કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપતાં  એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે જો બિલ્ડર તેના પ્રોજેક્ટને સમયસર પૂરો નહી કરે તો તેણે કોઈપણ પ્રકારની દલીલ કર્યા સિવાય ઘર ખરીદનારાને પુરેપુરા પૈસા નવ ટકા વ્યાજ સાથે પાછા આપી દેવા પડશે.

બિલ્ડર અન્ય ઘર ઓફર ન કરી શકે

સુપ્રીમ કોર્ટે આ કેસમાં બિલ્ડર સામે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે જો કોર્ટના આદેશનું પાલન કરવામાં નહી આવે તો બિલ્ડરે ઘર ખરીદનારને ૧૨ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવી પડશે. આ કેસમાં બિલ્ડરે ઘર ખરીદનારાને ઓફર આપી હતી કે તે બીજા પ્રોજેક્ટમાં ઘર લઇ લે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે આ બાબત ઘર ખરીદનારાની મરજી પર નિર્ભર કરે છે. તે બિલ્ડરની વાત માનવા માટે બંધાયેલો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન