કોહીનૂરને ભારત લાવવાની આશા પર પાણી ફરી વળ્યું, જાણી લો SCએ શુ કહ્યું - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.0400 +0.25
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કોહીનૂરને ભારત લાવવાની આશા પર પાણી ફરી વળ્યું, જાણી લો SCએ શુ કહ્યું

કોહીનૂરને ભારત લાવવાની આશા પર પાણી ફરી વળ્યું, જાણી લો SCએ શુ કહ્યું

 | 3:20 pm IST

સુપ્રિમ કોર્ટે શુક્રવારે કહ્યુ કે, તે બ્રિટનને કોહીનૂર હીરો પરત આપવા કે તેની હરાજી રોકવાનો આદેશ નથી આપી શક્તું. સુપ્રિમ કોર્ટના પ્રધાન ન્યાયાધીશ ન્યાયમૂર્તિ જગદીશ સિંહ કેહરની અધ્યક્ષતાવાળી પીઠે એનજીઓ ઓલ ઈન્ડિયા હ્યુમન રાઈટ્સ એન્ડ સોશિયલ જસ્ટિસની કોહીનૂર હીરાને દેશમાં પરત લાવવા સંબંધે અરજી ફગાવતા આવું કહ્યું હતુ. કેહરે કહ્યું કે, અમે વિચારમાં પડી ગયા છીએ કે, એક ભારતીય અદાલત બ્રિટનમાં પડેલી કોઈ ચીજને પરત લાવવાનો આદેશ કેવી રીતે આપી શકે છે?

અદાલતની પીઠે કહ્યું કે, શું અમે આદેશ આપી શકીએ છીએ કે બ્રિટને કોઈ સંપત્તિની હરાજી ન કરવી જોઈએ. અરજીકર્તા એનજીઓએ અદાલતને આ આદેશ આપવાની માંગણી કરી હતી કે, બ્રિટન કોહીનૂર હીરાની હરાજી ન કરે. પીઠે અરજી ફગાવતા કહ્યું કે, અદાલત સરકારના જવાબથી સંતુષ્ટ છે અને તે હીરો લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, બ્રિટિશ સરકારે 2013માં કોહીનૂર પરત આપવાની માંગણીને ફગાવી દીધી હતી. રોચક વાત એ છે કે, 1850માં ડેલહાઉસીના માર્કીજે પંજાબના મહારાજા રણજીત સિંહને કોહીનૂર હીરો ક્વીન વિક્ટોરિયાને ભેટમાં આપવાની શરત મૂકી હતી. કોહિનૂરની કિંમત 200 મિલિયન ડોલર અંકાઈ રહી છે.

કોહીનૂર હીરાની ખાસિયત
105 કેરેટનો કોહીનૂર અંદાજે 150 વર્ષથી વધુ સમયથી બ્રિટિશ તાજનો હિસ્સો રહ્યો છે. માનવામાં આવે છે કે, તે આંધ્રપ્રદેશના ગોલકુંડાની એક ખાણમાંથી નીકળ્યો હતો. શરૂઆતમાં કોહીનૂર હીરો પૂરા 720 કેરેટનો હતો. વર્ષો સુધી તે ખિલજી વંશના ખજાનામાં રહ્યો હતો. તેના બાદ તે મુઘલ શાસક બાબર પાસે પહોંચ્યો હતો. શાહજહાના મયુર સિંહાસનમાથી થઈને આ હીરો મહારાજા રણજીત સિંહ સુધી પહોંચ્યો હતો.

કહેવાય છે કે, આ હીરો 1848માં બ્રિટન-શીખ યુદ્ધ બાદ બ્રિટનના હાથમાં એ સમયે આવ્યો જ્યારે સગીર દલીપ સિંહે તેને બ્રિટની શાસકોને સોંપી દીધો હતો. ત્યારથી કોહીનૂર બ્રિટનના તાજનો હિસ્સો રહ્યો છે. બ્રિટનનો દાવો છે કે, સગીર દલીપ સિંહે કોહિનૂર કાયદાકીય આધાર પર તેમને આપ્યો હતો. પરંતુ ભારતીય ઈતિહાસકારોનું કહેવુ છે આવું કંઈ થયુ ન હતું. દલિપ સિંહને કોહીનૂર આપવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો.