તમે કે તમારો મિત્ર પત્નીથી અલગ થવાનું વિચારતા હો તો વાંચી લો આ ખાસ સમાચાર - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • તમે કે તમારો મિત્ર પત્નીથી અલગ થવાનું વિચારતા હો તો વાંચી લો આ ખાસ સમાચાર

તમે કે તમારો મિત્ર પત્નીથી અલગ થવાનું વિચારતા હો તો વાંચી લો આ ખાસ સમાચાર

 | 4:40 pm IST

જ્યારે કોઈ દંપતિ અલગ થવાનું વિચારે છે ત્યારે સૌથી મોટી સમસ્યા પૈસાના સેટલમેન્ટ વખતે પડતી હોય છે. વર્ષોથી ચર્ચા ચાલી રહી છે કે કોઈ વ્યક્તિની સેલરીનો કેટલો હિસ્સો અલગ થનારી પત્નીને ગુજારા પેટે મળવી જોઈએ? હાલમાં સુપ્રીમ કોર્ટે નક્કી કર્યું છે કે પતિના વેતનના 25 ટકા જેટલો હિસ્સો અલગ પડતી પત્નીને મળવો જોઈએ. કોર્ટે આપેલી માહિતી પ્રમાણે આ પ્રમાણ એકદમ યોગ્ય છે.

સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના એક મામલાની સુનાવણી દરમિયાન આ પ્રમાણ નક્કી કર્યું છે. કોર્ટે હુગલીના દર મહિને 95,527 રૂ. કમાતી એક વ્યક્તિને પોતાની પત્ની તેમજ દીકરાને નિભાવ પેટે દર મહિને 20000 રૂ. આપવાનો નિર્દેશ કર્યો હતો. આ વ્યક્તિએ કોલકાતા હાઇકોર્ટના એ નિર્ણયને પડકાર આપ્યો હતો જેમાં તેને દર મહિને 23,000 રૂ. આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે તો કોલકાતા હાઇકોર્ટના નિર્ણયનો સ્વીકાર કર્યો છે પણ 3,000 હજાર રૂ. એટલે ઓછા કરી દીધા કારણ કે એ વ્યક્તિએ બીજા લગ્ન કરી લીધા છે અને નવા પરિવારને પણ મદદની જરૂર છે. આ મામલામાં કોર્ટે જણાવ્યું છે કે પતિની નેટ સેલરીના 25 ટકા ભત્થા તરીકે ચૂકવણી યોગ્ય છે. જોકે કોર્ટે કહ્યું છે કે બીજા મામલામાં એની પરિસ્થિતિને ધ્યાનમાં રાખવીને ભત્થાની રકમ નક્કી કરવામાં આવશે.