NIFTY 9,964.40 -157.50  |  SENSEX 31,922.44 +-447.60  |  USD 64.7900 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • આઝમને સુપ્રીમની ફટકાર, ‘મંત્રી બનો એટલે સામાન્ય નાગરિકની જેમ બોલવાની આઝાદી નહીં’

આઝમને સુપ્રીમની ફટકાર, ‘મંત્રી બનો એટલે સામાન્ય નાગરિકની જેમ બોલવાની આઝાદી નહીં’

 | 9:50 am IST

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો કોઇ વ્યક્તિ મંત્રી બને એટલે તે સામાન્ય નાગરિકની જેમ બોલવાની સ્વતંત્રતાનો અધિકારનો સામાન્ય માનવીની જેમ ઉપયોગ કરી શકતો નથી, ન તો તે સરકારી નીતિની વિરુદ્ધ બોલી શકે છે. મહિલાઓ ઉપર બળાત્કાર તથા અન્ય અપરાઘોના મામલે હોદ્દા પરના શખ્સ દ્વારા નિવેદનબાજીનો મામલો સંવિધાન પીઠને મોકલાઇ શકે છે. સુપ્રીમ કોર્ટે આ સબંધે સંકેત આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એમિક્સ ફલી નરીમાન અને હરિશ સાલ્વેને એક હપ્તામાં કાયદા સબંધી તમામ દસ્તાવેજ આપવાનું કહ્યું છે. આ કેસની હવે ૨ મેના રોજ સુનાવણી થશે.

બુલંદશહરમાં મા-બેટીની સાથે સામૂહિક બળાત્કારના કેસમાં સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે. બુલંદશહરના બળાત્કાર કેસમાં સુપ્ર્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશના તત્કાલીન મંત્રી આઝમ ખાનના પસ્તાવાવાળા માફીનામાને માન્ય રાખ્યું હતું. અદાલતની ટીકા પછી જ તેઓ વિના શરત માફી માગવા તૈયાર થયા હતા. આ મામલે એમિક્સ ક્યુરી ફાલી એસ નરીમાને કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે એ મંત્રીઓના વ્યવહાર અને કર્તવ્યો પર એક દિશાનિર્દેશ બહાર પાડવા જોઇએ, જે કોઇ પણ જાહેર નિવેદન કરતા રહે છે.

અદાલતે ઉઠાવેલા સવાલ

છેલ્લી સુનાવણીમાં મહિલાઓ ઉપર બળાત્કારના મામલે હોદ્દા પર બેઠેલો શખ્સની નિવદેનબાજી અંગે સુપ્રીમ કોર્ટે કેટલાક બંધારણીય સવાલ ઉઠાવ્યા હતા કે,
૧. શું બળાત્કાર જેવા ગંભીર અપરાધને સરકારી ઓફિસમાં હોદ્દા પર બિરાજતી વ્યક્તિ રાજકીય કાવતરું કરી શકે ખરો ?
૨. શું તેનાથી પીડિતાના મુક્ત અને ન્યાયી પ્રક્રિયાના અધિકારનો ભંગ થતો નથી ? કેમકે આ નિવેદનથી તપાસ ઉપર અસર પડી શકે છે.
૩. એ સંજોગોમાં કોઇ પણ વ્યક્તિ એમ કહી નહીં શકે કે બળાત્કાર જેવા કેસોમાં આ પ્રકારની નિવેદનબાજી વાણી સ્વાતંત્ર્યના મૌલિક અધિકાર હેઠળ આવતી નથી.
૪. આ કેસમાં ફક્ત કોઇની બોલવાની આઝાદીનો અધિકાર નહીં, પણ પીડિતાના કાયદા સમક્ષ સમાન સરંક્ષણ અને મુક્ત તેમજ ન્યાયાયિક ટ્રાયલનો પણ અધિકાર છે.
૫. અહીં પ્રશ્ન એ છે કે હોદ્દા પર બેઠેલી વ્યક્તિના આ પ્રકારના નિવેદન ભલે કોઇ અપરાધ ન ગણાય, પણ તે બંધારણમાં અપાયેલા નૈતિકતા અને શિષ્ટાચારના ક્ષેત્રમાં તો આવે જ છે.