Supreme court not satisfied with response of enviorment and forest ministry
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • સુપ્રીમે લીધો સરકારનો ઉધડો, કહ્યું “તાજમહેલને પૂર્ણ પણે સાચવો અથવા તોડી પાડો”

સુપ્રીમે લીધો સરકારનો ઉધડો, કહ્યું “તાજમહેલને પૂર્ણ પણે સાચવો અથવા તોડી પાડો”

 | 7:23 pm IST

સુપ્રીમ કોર્ટે બુધવારે સરકારનો ઉધડો લેતા કહ્યું હતું કે તાજમહેલનું સંરક્ષણ એ હવે આશાવગરનું કારણ બન્યું છે. 31મી જુલાઈ પછી આ મામલે દરરોજ સુનાવણી હાથ ધરાશે. જેમાં આ ધરોહરને પ્રદુષણથી કેવી રીતે બચાવવી તે ચર્ચા થશે.

સરકારના પર્યાવરણ મંત્રાલયે આપેલા જવાબથી અસંતુષ્ટ સુપ્રીમ કોર્ટે સરકારનો ઉઘડો લેતા કહ્યું હતું કે “ક્યાં તો તમે અને પૂર્ણ પણે સાચવો અથવા તેને બંધ કરી દો કે તેને તોડી પાડો.”

આ મામલે કોર્ટે એક ખાસ કમિટીનું ગઠન કરવા આદેશ આપ્યો છે. જેના દ્વારા ક્યાં કારણે તાજમહેલમાં અને આસપાસમાં પ્રદુષણ ઉદ્ભવે છે તે વિશે માહિતી એકઠી કરવામાં આવશે. અને તેની સુરક્ષા માટે શું કરવું વિશે સૂચનો આપવામાં આવશે.

આગ્રા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલું છે. શહેરનું હવાનું પ્રદુષણમાં છેલ્લાં 30 વર્ષમાં ધરખમ વધારો થયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મે 2018માં આપવામાં આવેલા હવાના પ્રદુષણના આંકડા જણાવે છે કે સૌથી ગાઢ પ્રદુષણ છે તેવા શહેરોની સૂચિમાં આગ્રા આઠમું સ્થાન ધરાવે છે.