અયોધ્યા વિવાદમાં કાલે-બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • અયોધ્યા વિવાદમાં કાલે-બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

અયોધ્યા વિવાદમાં કાલે-બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

 | 6:33 pm IST

અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદની માલિકીના વિવાદ મુદ્દે આવતીકાલે-બુધવારે એટલે કે 14 માર્ચે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યોજાનાર છે. આ માટે દસ્તાવેજો તેમજ અનુવાદની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર સાથે આઠ માર્ચે યોજાયેલી બેઠકમાં બધા જ પક્ષકારોએ જણાવ્યું હતું કે દસ્તાવેજોને લગતી કામગીરી અને અનુવાદનું કાર્ય પણ પૂર્ણ થઈ ગયું છે.

સુપ્રીમ કોર્ટમાં હવે આ મુદ્દે આવતીકાલે બુધવારે સુનાવણી હાથ ધરાશે. આમ હવે દસ્તાવેજોને લગતી કામગીરી તેમજ ભાષાંતરનું કાર્ય પૂર્ણ થઈ જતાં આ કેસમાં સુનાવણી રૂપરેખા કેવી હશે તે અંગે સુપ્રીમ કોર્ટ જ નિર્ણય કરશે. સુન્ની વકફ બોર્ડ સૌથી પ્રથમ અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આથી પ્રથમ રજૂઆત કરવાની તક સુન્ની વકફ બોર્ડને મળી તેમ મનાય છે. અંતિમ સુનાવણીમાં કોર્ટ દસ્તાવેજોને લગતી કાર્યવાહી તથા ભાષાંતરનું કામ પૂર્ણ કરવાનો આદેશ કર્યો હતો.

અયોધ્યા વિવાદ સાથે સંકળાયેલા 9 હજાર પાનાના દસ્તાવેજો તેમજ 90 હજાર પાનાના દસ્તાવેજી પુરાવાઓ પાલી, પર્સિયન, સંસ્કૃત, અરબી સહિતની વિવિધ ભાષાઓમાં છે. સુન્ની વકફ બોર્ડે જ
આ દસ્તાવેજોનું ભાષાંતર કરાવવાની માગણી કરી હતી.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાની વડપણ હેઠળની ત્રણ ન્યાયમૂર્તિઓની બેન્ચ સુનાવણીની રૂપરેખા નક્કી કરશે. ઉલ્લેખનીય છે કે આ વિવાદ છેલ્લાં 68 વર્ષથી કોર્ટમાં છે.