Supreme Court Vacates Interim Protection To Arrest Bengal IPS
  • Home
  • Featured
  • મમતાના નજીકના IPS અધિકારીની મુશ્કેલીઓ વધી, SCએ આપ્યો ઝાટકો

મમતાના નજીકના IPS અધિકારીની મુશ્કેલીઓ વધી, SCએ આપ્યો ઝાટકો

 | 12:26 pm IST

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને સુપ્રીમ કોર્ટે વધુ એક આંચકો આપ્યો છે. શારદા ચિટ ફંડ કેસમાં આઈપીએસ અધિકારી રાજીવ કુમારની ધરપકડ કરવા પર લાગેલો પ્રતિબંધ આખરે સુપ્રીમ કોર્ટે હટાવી લીધો છે. આજે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહી દીધું છે કે, સીબીઆઈ પોતાનું કામ કરી શકે છે. જોકે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય 7 દિવસ બાદ લાગુ થશે. આ સમયગાળા દરમિયાન રાજીવ કુમાર પોતાના તરફથી કાયદાકીય પગલા ભરવા સ્વતંત્ર છે.

સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી માટે જોરદાર ઝાટકા સમાન છે. કોર્ટે રાજીવ કુમારની ધરપકડ પર લાગેલા ઇન્ટરિમ પ્રતિબંધને હટાવી લીધો છે. સીબીઆઇએ રાજીવ પર સારધા ચિટફંડ કેસના પુરાવા નષ્ટ કરવાનો આરોપ લગાવતા ધરપકડની માગ કરી હતી.

સીબીઆઇએ રાજીવ કુમારને સારધા ચિટફંડ કેસના પુરાવા નષ્ટ કરવાના પુરાવા આપ્યા હતા. પશ્ચિમ બંગાળ સરકારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ સીબીઆઇની અરજીનો વિરોધ કર્યો હતો અને ભાજપ માટે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ પહેલા સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના ચીફ સેકેટ્રરી મલય ડે, ડીજીપી વીરેન્દ્ર કુમારની સામે કોર્ટની અવગણના મામલાને બંધ કરવાથી ઇનકાર કર્યો હતો. સીબીઆઇએ રાજીવ કુમારથી પૂછપરછ કર્યા બપાદ સ્ટેટસ રિપોર્ટ તૈયાર કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતુ કે, રાજીવ કુમારની સામે સીબીઆઇ સ્ટેટસ રિપોર્ટમાં કરેલો ખુલાસો ઘણો ગંભીર છે, પરંતુ જોકે, રિપોર્ટ સીલબંધ કવરમાં છે, એટલે કોર્ટ માટે કોઇ આદેશ આપવો યોગ્ય નહીં ગણાય. કોર્ટે સીબીઆઇને 10 દિવસની અંદર યોગ્ય એપ્લીકેશન દાખલ કરવાનું કહ્યું હતું. કોર્ટે રાજીવ કુમારને 10 દિવસની અંદર સીબીઆઇની અરજી પર જવાબ આપવાનું કહ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, અમે કોઇ નિર્ણય લેતા પહેલા બંને પક્ષની વાત સાંભળીશું.

ઉલ્લેખનીય છે કે, સીબીઆઇની અરજી પર સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારને સીબીઆઇ સામે હાજર થવાનો આદેશ આપ્યો હતો. પોલીસ કમિશ્નર રાજીવ કુમાર શિલાંગમાં સીબીઆઇની સામે હાજર થશે. સુપ્રીમ કોર્ટે સીબીઆઇની અવગણના અરજી પર પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ, ડીજીપી અને કોલકાતાના પોલીસ કમિશ્નર રાજીવ કુમારને અવગણના નોટિસ ફટકારી હતી.

આ વીડિયો પણ જુઓ

વરસાદ માટે જુનના ત્રીજા સપ્તાહ સુધી રાહ જોવી પડશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન